તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદેથી અશેષ ભક્તનું રાજીનામું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશેષભાઈ ભક્તે દશ વર્ષ સુધી તાલુકા પ્રમુખનું સફળ સુકાન સંભાળ્યા બાદ નવયુવાનોને તક મળે અને નવી નેતાગીરી ઉભી થાય તે હેતુથી તાપી જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સમક્ષ રાજીનામુ આપ્યું હતું.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા દશ વર્ષથી સફળ રીતે સુકાન સંભાળતા અશેષભાઈ દિલીપભાઈ ભકતાએ તાપી જિલ્લા પ્રમુખ ભીલાભાઇ ગામીત અને પ્રદેશ પ્રમુખને સંયુક્ત રીતે ઉદ્દેશીને રાજીનામુ લખ્યું હતું, આ રાજીનામાં પત્રમાં વાલોડ તાલુકામાં નવી નેતાગીરી અને નવયુવાનો આગળ વધે તે માટે સ્વેચ્છાએ પોતાનું સ્થાન ખાલી કરવાનું જણાવવામાં આવેલ છે, છેલ્લાં દશ વર્ષથી તાલુકા કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખી કામગીરી કરનાર અશેષભાઈ ભક્તાએ સામે આજદિન સુધી કોઈ વાંધો વિરોધ થયો નથી, તેમના કાર્યકાળ દરમ્યાન આવેલ સ્થાનિક સ્વરાજ કે વિધાનસભા અને સાંસદનીચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષે સારો દેખાવ કર્યો હતો, અશેષભાઈ ભક્તે આપેલ રાજીનામું તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઇ ચૌધરીએ સ્વીકારેલ હોવાનું જણાવ્યું હતું.

પક્ષ સાથે રહીને મદદ કરતો રહીશ
અશેષભાઈ ભક્તે રૂબરૂમાં જણાવ્યું હતું કે દશ વર્ષના કાર્યકાળમાં મોટેભાગે કોંગ્રેસ પક્ષને લીડ મળી છે, પ્રમુખ તરીકે મેં મારી કામગીરી સફળતાથી બજાવી છે અને પક્ષ સાથે જોડાઈને જ રહીશ અને જ્યારે જયારે જરૂર પડશે નવા પ્રમુખને મદદ કરીશ,નવી નેતાગીરી મળે અને નવયુવાનોને તક મળે તે હેતુથી રાજીનામુ આપેલ છે, અને રાજીનામાનું સ્વીકાર થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો