વેફરની આડમાં 4.43 લાખનો દારૂ ભરી આવતો ટેમ્પો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેફરના પેકેટની આડમાં દારૂનો જથ્થો સંતાડી જતાં ટેમ્પોને સોનગઢ પાસેથી ઝડપી પડાયો હતો.

તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકને ખાનગી રહે બાતમી મળી હતી કે સોનગઢ અને ઉચ્છલ તાલુકાની સરહદ પાસે આવેલ મહારાષ્ટ્રના ગામડાઓમાંથી પાસ પરમીટ વિના ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી એક આઇસર ટેમ્પો સોનગઢ તરફ આવવા રવાના થયો છે. આ બાતમીના અનુસંધાને તેમણે જિલ્લા પોલીસ વડાને જાણ કરી આ અંગેની સૂચના સોનગઢ ચેકપોસ્ટ પાસે આવેલ ચોકી પર ફરજ બજાવતા પોલીસ જવાનોને આપી હતી. આ બાતમીના આધારે પોલીસે રસ્તેથી પસાર થતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન મોડી રાત્રીએ 11.30 કલાકના સુમારે બાતમી મુજબનો એક આઇસર ટેમ્પો નંબર (GJ-15-Z-1492) નજરે પડતા ઉપસ્થિત પોલીસ જવાનોએ એને અટકાવવાની કોશિષ પરંતુ ટેમ્પોચાલક પોતાનો ટેમ્પો આડેધડ રીતે હંકારી ટેમ્પો થોડે દૂર ભગાડી ગયા બાદ રોડ પર મૂકી અંધારું અને ટ્રકની લાઈનો ને કારણે ચાલક ભાગી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે ટેમ્પોને કબ્જામાં લઇ સોનગઢ પોલીસ મથકે લાવી તપાસ કરતા ફાળકાના ભાગે વેફરના પડીકા પાથરેલા જોવા મળ્યા હતા જયારે એને ખસેડી તપાસ કરતા પાસ કે પરમીટ વિના નો ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે કુલ વિદેશી દારૂની 3552 નંગ બોટલ કે જેની કિંમત 4,43,040 થાય છે એ કબ્જે કરી હતી અને સાથોસાથ ટેમ્પો કિંમત 4,00,000 તથા વેફરના પડીકા નંગ-1856 કિંમત 9480 મળી કુલ 8,52,520 નો મુદ્દામાલ સીઝ કરી ભાગી છૂટેલા ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...