તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરાખાડીને પ્રદૂષણ મુક્ત કરવા ગ્રામજનોનું આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈના ગ્રામજનોએ વઘઈ નાકા ફળિયા થઈને વહેતી ઉમરાખાડીને પ્રદુષણ મુક્ત કરવા માટે ગુરૂવારે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈના નાકા ફળિયા થઈને ઉમરાખાડીનો વહેલો પસાર થઈ અંબિકા નદી જોડે છે, જે ઉમરાખાડી નાનકડી નદીનું પાણી ચોમાસાની ઋતુમાં પથ્થરો ઉપરથી નીચે પડતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહીં ઉનાળા સુધી પાણીનો સંગ્રહ હોવાના કારણે વઘઈ નગરના ગ્રામજનોને કપડા ધોવાથી માંડીને ઉપયોગી બની રહ્યું છે.

આ ઉમરાખાડી વિસ્તારમાં રહેતા લોકો વપરાશનું ગંદુ પાણી, ગટરનું પાણી અને ગંદવાડ કચરો આ નાનકડી નદી વહેળામાં જ ઠાલવે છે. જેના કારણે દિવસે દિવસે આ વહેળુ પ્રદુષિત બની રહ્યું છે.

વઘઈ નગરના ગ્રામજનોએ અગાઉ પણ આ બાબતે રજૂઆત કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ગુરૂવારે મોટી સંખ્યામાં વઘઈ નગરના ગ્રામજનોએ ભેગા મળી વઘઈ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરી ઉમરાખાડીને પ્રદુષણથી મુક્ત કરવા રજૂઆત કરી હતી.

જો તંત્ર દ્વારા થોડા દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન આવે તો લોકસભાની ચૂંટણીમાં ગ્રામજનો વોટ નહીં આપશે અને માર્ગ ઉપર આમરણ ઉપવાસ ઉપર બેસી ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

તાલુકા વિકાસ અધિકારીને આવેદન સુપરત કરતા ગ્રામજનો.

અન્ય સમાચારો પણ છે...