તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા દુષ્કર્મ કેસને લઇ અંકલેશ્વર કામદાર સમાજ દ્વારા આવેદનપત્ર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા દુષ્કર્મ કેશને લઇ અંકલેશ્વર કામદાર સમાજ તેમજ અંકલેશ્વર શહેર-તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તેમજ રોહિત સમાજ જોડે આવેદનપત્ર પાઠવી દોષિતોને આકરી સજા કરવા માગકરી હતી. પોલીસની ઢીલી નીતિ સામે પણ આક્રોશ કર્યો હતો. તેમજ ત્વરિત અસરથી દોષિતો ધરપકડ કરી કોર્ટ કાર્યવાહી કરી ફાંસી સજા આપવા માંગ રાજ્યપાલને સંબોધી કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અસામાજિક તત્વો દ્વારા અનુસચિત જાતિની દીકરીનું અપહરણ કરી તેની જોડે સામુહિક દુષ્કર્મ આચરી ઝાડ સાથે બાંધી તેની કરપીણ હત્યા કરવાના મામલે રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે. અંકલેશ્વર ખાતે આજરોજ કામદાર સમાજ, અંકલેશ્વર શહેર-તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તેમજ રોહિત સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધી આવેદપાત્ર અંકલેશ્વર એસ.ડી.એમ.ને પાઠવ્યું હતું. દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં આરોપીના સમર્થનમાં ત્યાં રેલી પણ અસામાજિક તત્વોએ કાઢી સમર્થન આપ્યું હતું તો પોલીસ દ્વારા પણ આ મામલે ઢીલીનીતિ અપનાવી યોગ્ય કાર્યવાહી કરી ના હતી જે ઘટનાને વખોડી આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું આ પ્રસંગે કામદાર આગેવાન ડી.સી.સોલંકી તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યા ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું. એટલું જ નહિ આ ઘટનામાં પીડિતા તેમજ તમામ પરિવારજનોએ ન્યાયિક હિતમાં આત્મ સન્માન, વળતર, ત્વરિત ન્યાય મળે એવી માગ પણ કરવામાં આવી હતી.

મોડાસાની ઘટના સંદર્ભે અંકલેશ્વર એસ.ડી.એમને આવેદનપત્ર પાઠવતા સમાજના અગ્રણીઓ નજરે પડે છે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો