તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર વૃક્ષ સાથે અથડાતાં ગંભીર રીતે ઘવાયેલા વધુ એક યુવકે દમ તોડ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી-શામળાજી માર્ગ પર બાજીપુરા ગામની સીમમાં પાઇપ ફેક્ટરી નજીક તા. 4થીના રોજ રાત્રીના 7 : 30 કલાકે વાલોડના છ મુસ્લિમ યુવાનો ઈજતેમાના સંમેલનમાં હાજરી આપવા બાજીપુરા ખાતે હોન્ડા સીટી કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 05 CB 9709 માં જઈ રહયા હતા ત્યારે અચાનક કોઈક કારણોસર કાર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાઈ ગઈ હતી, જે અકસ્માત થતા કારમાં બેસેલ છ મુસ્લિમ યુવાનોના ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં હજી યુવાનીના ઉંબરે પહોંચેલા ત્રણ યુવાનો કારમાં ઘટના જ સ્થળે મરણ પામ્યા હતા અને ત્રણને ગંભીર ઈજાઓ થતા પ્રથમ વ્યારા,બારડોલી ખાતે અને ત્યારબાદ સુરત ખાતે મહાવીર હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, તે ત્રણ પૈકી એક યુવાન નામે સુફયાન નિશારખાન પઠાણ રહે. સરકારી દવાખાનાની સામે વાલોડને મહાવીર હોસ્પિટલ સુરત ખાતે સારવાર આપ્યા બાદ સુરતની જ લોખાત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જેને સાત દિવસ સુધી મોત સાથે ઝઝુંબી આખરે મોત થયું હતું, હાલના તબક્કે વાલોડ મુસ્લિમ સમાજના ચાર યુવાનોના મોત થતા શોકનું વાતાવરણ વાલોડ ખાતે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો