તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 હજાર લિટર દૂધની લૂંટમાં વધુ એક આરોપીની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના ધુલીયા ચોકડી પરથી 15000 લીટર દૂધની લૂંટની ઘટનામાં શનિવારે 6 લૂંટારૂઓ ઝડપાઇ ગયા બાદ રવિવારે વધુ એક વોન્ટેડ આરોપીને કામરેજ ચારરસ્તા પરથી આર આર સેલ પોલીસે ઝડપી પાડ્યો હતો.

ઘટના અંગે મળતી વિગતો મુજબ આઠમીએ વહેલી સવારે એક દૂધ ભરેલ ટેન્કરને અટકાવી ચાલક અને એના સાથીદારનું અપહરણ કરી ટેન્કરને કામરેજના કોસમાડી ખાતે લઇ જઈ ટેન્કર માંથી 15,000 લીટર દૂધ લૂંટ કરી હતી. જેમાં શનિવારે 6 લૂંટારૂઓની પોલીસે ધરપકડ કરી હતી. રવિવારે સુરતની આર આર સેલ પોલીસ કામરેજ ચારરસ્તા પર પેટ્રોલીંગમાં હતા, ત્યારે જમાદાર પ્રવિણભાઇ પટેલને બાતમી મળી હતી કે, ચારરસ્તા પર આવેલ ખેતલા આપા ટી સેન્ટર પર દૂધની લૂંટ કરવામાં વોન્ટેડ લૂંટારૂ ઊભો છે. જેથી પોલીસ પહોંચી ધરપકડ કરી હતી. પૂછપરછમાં કામરેજના કઠોદરા ગામે સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતો બાબુભાઇ એંધાભાઇ ડાંખરા હોવાનું જણાવતા અટક કરી પોલીસને સોંપવામાં આવ્યો હતો. દૂઘની લૂંટમાં બે દિવસમાં 7 લૂંટારૂઓ પકડાયા છે.

અન્ય સમાચારો પણ છે...