ખેરગામની પાણીખડક હાઈસ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરગામ | મા અંબાભવાની માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યામંદિર પાણીખડકનાં પટાંગણમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક વિભાગનાં બાળકો દ્વારા ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગમનભાઇ પટેલ, શિવભક્ત પરભુદાદા, ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ, ગણદેવી વિસ્તારનાં ધારાસભ્ય નરેશભાઇ પટેલ, ડો. બિપીનભાઇ પટેલ, શાળાનાં પ્રમુખ ચંદુભાઇ દેસાઇ, આચાર્ય મનોજકુમાર પટેલ, આચાર્ય સંઘ પ્રમુખ અશોકભાઇ પટેલ, નિવૃત શાળાનાં શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્વામાં આવ્યો હતો. બાળકો દ્વારા વિવિધ કૃતિઓ સમૂહગીત, દેશભકિત ગીત સ્પર્ધા, ગરબા સ્પર્ધા, એકપાત્રીય અભિનય સ્પર્ધા, નાટક અને ડાંગીનૃત્ય
સ્પર્ધા જેવી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોનાં મન મોહી લીધાં હતા.
અન્ય સમાચારો પણ છે...