તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિહેણ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ટકારમા | જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની દિહેણ પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવજી મંદિરના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય હેમંતભાઇ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ જાગૃતીબેન પટેલ, પિયત મંડળી પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, ઉપસરપંચ હરીશભાઈ, ગ્રામ પંચાયતના સભ્ય કેતનભાઈ પટેલ, નિવૃત્ત આચાર્ય મંજુલાબેન પટેલ, કિરીટભાઈ, વિરલભાઇ, ધવલભાઇ તથા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ રેખાબેન ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય નિમિષાબેન પટેલે સૌને આવકાર્યા હતા. બાળકોએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ અવનવી કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો તથા ગ્રામજનો દ્વારા દાનની સરવાણી વહી હતી. પિંજરતના સી.આર.સી.કો-ઓર્ડીનેટર પરેશભાઈ પટેલે શાળા પરિવારને આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. આભારવિધિ ઉપશિક્ષિકા સેજલબેને આટોપી હતી. કાર્યક્રમના ઉદઘોષક તરીકે રાકેશભાઈ જોગીએ સેવા બજાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો