તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના નોબલ માર્કેટમાં 5815 કિલો લોખંડના સળિયા ભરેલો ટેમ્પો ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરના નોબલ માર્કેટમાં 5815 કિલો લોખંડના સળીયા ભરેલો ટેમ્પો જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ આઇસર ટેમ્પો અને સળિયા મળી 5.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જયારે 1 ઈસમની ધરપકડ કરી જ્યારે એક ફરાર થઇ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સળીયા ચોરીના હોવાનું બહાર આવવા પામ્યું છે.

અંકલેશ્વર જીઆઇડીસીના પી.એસ.આઈ જે.આઈ.શેખ તેમજ સ્ટાફ સભ્યો પેટ્રોલિગમાં હતા તે દરમિયાન નોબલ માર્કેટમાં આવેલ અંબિકા ટ્રેડર્સના કમ્પાઉન્ડમાં ભંગારનો જથ્થો ભરેલો ટેમ્પો પોલીસને નજરે પડ્યો હતો. બાતમી આધારેનો ટેમ્પો નજરે પડતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતાજ ટેમ્પા સાથે રહેલ એક ઈસમ ત્યાં થી ફરાર થઇ ગયો હતો. જ્યારે અન્ય એક ઈસમ ભાગવા જતા પોલીસે ત્યાંજ રહેતા જગદીશ ખેતાજી રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ મારતા તેને ટેમ્પામાં રહેલ સળીયા અંગે કોઈ જ પુરાવા ના આપી ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા. જે આધારે તેની ધરપકડ કરી પોલીસે તેની પૂછપરછ આરંભતા આ સળીયા માંગીલાલ રાજપુરોહિત નામના ઈસમ પાસે થી છળકપટ કરી મેળવ્યા હોવાની વિગત સામે આવી હતી. તેમજ પ્રાથમિક દ્રષ્ટ્રિએ ચોરીના હોવાની પણ બહાર આવ્યું હતું. ...અનુસંધાન પાના નં.2

પોલીસે 41(1) ડી મુજબ લોખંડના સળીયા 5815 કિલો કિંમત રૂપિયા 1.16.300 ટેમ્પો 6.50 લાખ રૂપિયા 7.66.300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ જગદીશ ખેતાજી રાજપુરોહિતની સી.આર.પી.સી 102 મુજબ ધરપકડ કરી વધુ પૂછપરછ પી.એસ.આઈ. ગઢવીએ આરંભી હતી.

જીઆઇડીસી પોલીસે લોખંડના સળીયા ભરેલ ઝડપી પાડેલ ટેમ્પો નજરે પડે છે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો