અંકલેશ્વરના ટેનિસ પ્લેયર એઆઇટીએ નેશનલ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર | ગ્રીન વુડ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ખાતે  AITA ઓનઇન્ડિયા ટેનિશ એસોસિયેશન ના નેજા હેઠળ નેશનલ રેન્કિંગ અંદર 14 કેટેગરીની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના એ.આઈ.ડી.એસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના મેધ મૌલિક પટેલ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં સિંગલ્સ ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો તેમજ ડબલ્સમાં વડોદરાના જેવીંન કાનની સાથે જોડી બનાવી ફાઇનલમાં વિજેતા થયો હતો. કોચ નરેન્દ્ર પાટીલના માર્ગદર્શન હેઠળ નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં સાતત્ય પૂર્ણ પ્રદર્શન કરી આગળ વધી રહેલા મેધ પટેલને સંસ્થાના દિનેશ પટેલ, ક્રિષ્ના મહારાઉલજી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...