તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરને પ્લાસ્ટિક ફ્રી કરવા 105 કિલો કાપડ ઉઘરાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લાસ્ટિક ફ્રી કરવા અંકલેશ્વર પાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. શહેર વ્યાપારી અને લોકો થી 105 કિગ્રા કાપડ ઉઘરાવ્યું આવ્યું છે.જે કાપડ માંથી ગરીબોને કાપડની થેલી બનાવી વિતરણ કરશે. આગામી 2 જી ઓક્ટોબર થી નિયત માત્ર કરતા સિવાયની પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લાગશે.

સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અંતર્ગત અંકલેશ્વર પાલિકા દ્વારા પ્લાસ્ટિક ફ્રી સીટી કરવા કમર કસી છે. દેશમાં આગામી 2 જી ઓક્ટોબરથી પ્લાસ્ટિક વપરાશની નિયત ગુણવત્તા અને માપદંડ વગરની વસ્તુ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. તેના ઉપયોગ પર દંડ અને જેલની સજા જેવા આકરા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર પાલિકા દ્વારા લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી કાપડનો ઉપયોગ કરે તેવા ઉદ્દેશ્ય સાથે ગત રોજ શહેરની વિવિધ દુકાનો, શો રૂમ તેમજ ધરો માંથી કાપડની સ્વૈચ્છીક દાન ...અનુસંધાન પાના નં.2

ઉધારવામાં આવ્યું હતું. જે કાપડ વડે આગામી દિવસો થેલી બનાવી ગરીબો તેમજ અન્ય લોકોને વીતકરણ કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પાલિકાના નોડલ અધિકારી હર્ષદ કાપડીયા દ્વારા ચીફ ઓફિસર પ્રશાંત પરીખ, પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી અધ્યક્ષ ચૈતન્ય ગોળવાલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વેપારીઓ પાસેથી ઉઘરાવેલા કાપડમાંથી થેલી બનાવી ગરીબોને વિતરણ કરવામાં આવશે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...