તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર પાલિકાએ 10 દિવસમાં 253 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર નગર પાલિકાએ હાથ ધરેલી ઓછા માઈક્રોન વાળા પ્લાસ્ટિક પ્રતિબંધની ઝુંબેશમાં 10 દિવસમાં 253 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ વેપારી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો પાસેથી 14 હજાર ઉપરાંતના દંડની વસુલાત કરવામાં આવી છે. પાલિકાની 2 ટીમ દ્વારા રોજેરોજ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર પાલિકા સેનેટરી વિભાગની ટીમ તેમજ અન્ય એક ટીમ દ્વારા છેલ્લા 10 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પ્રતિબંધિત પ્લાસ્ટિનો ઉપયોગ અને વેચાણ કરતા લોકો સામે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 253 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગ, કપ સહીતનો જથ્થો ઝડપી પાડ્યો છે. 100 માઈક્રોથી ઓછી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવા બાદલ 14700 રૂપિયાનો દંડ ફટકારી વહીવટી ચાર્જ પણ વસુલાત કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ આ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે તેમ પાલિકા ટીમે જણાવ્યું હતું. આ સમગ્ર કામગીરી ચીફ ઓફિસર પ્રશાંત પરીખ તેમજ પાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી હર્ષદ કાપડીયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...