તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર પરિવારે લગ્નમાં લોકડાયરાની ધોળ શહીદોના પરિવારને અર્પણ કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર પરિવારે લગ્નમાં યોજાયેલ લોકડાયરાની ધોળ શહીદ પરિવારને અર્પણ કરવામાં આવ્યા હતા. લગ્નમાં આયોજિત લોક ડાયરામાં લોકો દ્વારા મુક્ત મને રૂપિયાનો વરસાદ કરવામાં આવતા 3 લાખ રૂપિયા એકત્ર થવા પામ્યા હતા. આ એકત્રિત થયેલા રૂપિયા પરિવાર દ્વારા પુલાવમાં શાહિદ પરિવારો માટેના રાહત ફંડમાં મોકલી દેવામાં અવ્યા હતા.

પુલાવામાં થયેલ આતંકી હુમલા બાદ શાહિદ જવાનોના પરિવારની પડખે સમગ્ર દેશવાસીઓ ઉભા રહ્યા છે. જેમાં શહિદ સૈનિકો મદદરૂપ થવા અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટ સહીત અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ ઘનશ્યામસિંહ વાધેલાએ પોતાના પુત્રના લગ્ન સમારંભમાં લોકડાયરો યોજવામાં અવ્યો હતો.

જેમાં ધોળ સ્વરૂપે એકત્ર થયેલા અંદાજિત 3 લાખની માતબર રકમ પુલવામાં શાહિદ પરિવારો માટેના રાહત ફંડમાં મોકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વાલિયા રોડ પર આવેલ ૐકાર એક્સોટીકા ખાતે સીતાબા ઘનશ્યામસિંહના પુત્ર ક્રિપાલસિંહ માં જાણીતા લોકડાયરા કલાકાર ગીતા રબારી તેમજ રાજભા ગઢવીએ ડાયરાની ભારે રંગત જમાવી હતી.

આ લોકડાયરાની રંગત દરમ્યાન ધોળ સ્વરૂપે લોકો દ્વારા કરવામાં આવેલ નોટોનો વરસાદ અંદાજિત 3 લાખ ઉપરાંતનો થયો હતો. જે સમગ્ર રોકડ રૂપિયા શહીદોના રાહત ફંડમાં મોકલી આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો