આંબાના રોપા પરથી બકરા પાંદડા ખાઈ જતા રોષે ભરાયેલા ભત્રીજાએ કાકાને ફટકા માર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના આમથવા ગામે આવેલ એક ખેતરમાં ઘૂસેલા બકરા આંબાના રોપા પરથી પાંદડા ખાઈ જતા કાકા-ભત્રીજા વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડાની અદાવતમાં ભત્રીજાએ રાત્રીના સમયે સુતેલા કાકાને લાકડીના આડેધડ સપાટા મારતા એમને ગંભીર ઇજા થઇ હતી. ઈજાગ્રસ્ત આઘેડ કાકાને સુરત સિવિલમાં દાખલ કરવામાં હતા.

સોનગઢના આમથવા ગામે રહેતા વિઘાભાઈ હોલિયાભાઇ ગામિત અને એમના મોટા ભાઈ સોનિયાભાઈ ગામીતનું ખેતરો પાડોશમાં જ આવેલ છે. ગત 11 મી એ સવારે વીઘાભાઈ ગામીતનો પુત્ર મહેન્દ્ર પોતાના બકરા લઈ ખેતરે ચરાવવા માટે ગયો હતો. એમના ખેતરની બાજુમાં જ આવેલ સોનિયાભાઈના ખેતરની પાળ પર હાલમાં આંબાના રોપા રોપેલ છે. મહેન્દ્રભાઇના બકરા ચરતા ચરતા ખેતરની પાળ પર રોપવામાં આવેલ આંબાના રોપા પરથી પાંદડા ખાઈ જતાં મહેન્દ્ર અને સુભાષ ગામિત વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ હતી. એ દરમિયાન ત્યાં ઉપસ્થિત આઘેડ એવા વીંઘાભાઈએ ઝગડો કરતાં બંને ભાઈઓને છોડાવ્યા હતા અને પછી ઘરે ચાલી ગયા હતા. રાત્રિના સમયે વીંઘાભાઈ ઘરના આંગણે સૂતા હતા ત્યારે એમનો ભત્રીજો અને આરોપી એવો સુભાષ સોનિયા ગામિત ત્યાં આવ્યો હતો. સવારે થયેલ ઝગડા બાબતે અદાવત રાખી એણે પોતાની સાથે લાવેલ લાકડી વડે માથામાં અને કાન તથા જડબાના ભાગે આડેધડ ફટકા માર્યા બાદ તે નાસી ગયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં ગંભીર ઇજાગ્રસ્ત વીઘાભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...