તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરની જલારામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતાં લોકોમાં આક્રોશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના જલારામ નગરમાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેશ નોંધાયા છે. સોસાયટી વરસાદી પાણી ભરમાર જોવા મળી રહી છે. પાણી નિકાલના મુદ્દે વારંવાર ઘર્ષણ દ્રશ્યો સર્જાય છે. સોસાયટી પાછળના ગ્રાઉન્ડના પાણી નિકાલ કરતા ગત સાંજે પણ રહીશો વિફરીયા હતા. રાત્રીના પડેલા વરસાદના પાણી સોસાયટી માર્ગો ફરી વળ્યાં હતા. જેમાં પણ માછલી તરતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પાલિકા તંત્ર સામે રહીશો આક્રોશ જોવા મળ્યો હતો.

અંકલેશ્વરના જૂના દિવા રોડ પર આવેલી જલારામ નગર સોસાયટીમાં વર્ષો જૂની પાણી ભરવાની સમસ્યાનો નિકાલ કરવામાં પાલિકા તંત્ર ઉણુ ઉતર્યું છે. સોસાયટી આગળ પાણીનો ભરાવો થતાં રહીશોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સોસાયટી વિસ્તારમાં 2 વ્યક્તિઓને ડેન્ગ્યુનો શંકાસ્પદ રિપોર્ટ આવતા રહીશોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. સોસાયટીની પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાંનું પાણી ફરી એકવાર સોસાયટી તરફ કાઢવામાં આવતા ગત રોજ લોકો વિફર્યા હતા જેના કારણે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. એટલું જ નહિ ગત રાત્રીના પડેલા વરસાદને લઇ સોસાયટીમાં ફરી એકવાર પાણીનો ભરાવો થયો છે. માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. જેમાં નાની માછલીઓ પણ તરતી નજરે પડી રહી છે. ડેન્ગ્યુના મચ્છરો આવા ચોખ્ખા પાણીમાં થતા હોય રોગચારો વકરે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા વહેલી પાણી નિકાલ કરવામાં આવે તેવી માગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે.

જલારામ નગર સોસાયટીના પાછળના ગ્રાઉન્ડનું પાણી સોસાયટી તરફ આવતાં રહિશોમાં આક્રોશ. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...