તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદપુરની 3 પાણી પુરવઠા યોજના બંધ, લોકો તરસ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકાના તાપી નદી કિનારે વસતા આનંદપુર ગામના આદિમજૂથ પરિવારો માટે સરકાર તરફથી વાસ્મો, અને તાલુકા પાણી પુરવઠા યોજના, તેમજ પાણી પુરવઠા યોજના તાપી તરફથી ટ્રાયબલ તરફથી આદિમજૂથ મહિલા જિલ્લા જળચર તરફથી અનેક પાણીની સુવિધા આપવા છતાં પાણી નહી પહોચતા લોકોને મુશ્કેલી મુકાયા છે.

ઉચ્છલ તાલુકાના તાપી નદી કિનારે વસ્તા આનંદપુર ગામના આદિમજૂથ પરિવારો ઘણા વર્ષોથી રહેતાં આવેલ છે. આ વિસ્તારોમાં સરકાર તરફથી ટ્રાયબલ સપ્લાન કચેરી સોનગઢના સૌજન્યથી અને યુનિટ મેનેજર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ તાપી કચેરી સંચાલિત આદિમજૂથ મહિલાની દરખાસ્તથી પાણીની સુવિધા માટે વર્ષ-2016/17માં આનંદપુરના આદિમજૂથ પરિવારો માટે સરકાર તરફથી પાણી મળી રહે તે હેતુથી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે, પરંતુ આ યોજના થકી એક પણ આદિમજૂથ પરિવારોને પાણી મળ્યું નથી. જેથી આ પરિવારો પાણી માટે દૂર દૂર ભટકવું પડી રહ્યુ છે. આ આદિમજૂથ પરિવારો સવારે રોજી રોટી ની શોધમાં હોય છે. અને પરિવારો ના અમુક સભ્ય પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેથી પરિવારોના સભ્ય થોડા શહેરોમાં રોજી માટે જાય છે, અને બાળકો, વૃધ્ધો ધરે રહી પશુઓ સાથે રોકાયેલા હોય છે. જેથી તેઓ પીવાના પાણી માટે અને પશુઓ માટે ઘાસચારો તેમજ પાણીની શોધમાં આમ તેમ ભટકવું પડી રહેવુ પડે છે. તાપી નદીમાં પાણી ઘણા ઊડા ઉતરી ગયા છે. તેમજ બોરના પાણી પણ ઘણા ઊંડા ઉતરી ગયા છે.

આનંદપુર ગામે બનાવવામાં આવેલી પાણી પુરવઠા યોજના.

ત્રણમાંથી એક પણ યોજના ચાલુ નથી
આ અંગે ઉચ્છલ પાણી પુરવઠા યોજનાના અધિકારી નરેશભાઈ પટેલને રૂબરૂ માં મળી જણાવેલ કે ત્રણે યોજનામાં પાણી નથી, ધણી જગ્યાએ આ સમસ્યા હાલમાં જોવા મળે છે જરૂરી કાર્યવાહી કરીશુ એવુ જણાવેલ હતું.

પાણી મેળવવા માટે ઠેર-ઠેર ભટકવું પડે છે
આ ગામમાં આદિમજૂથ પરિવારો માટે સરકાર તરફથી ત્રણથી વધુ સુવિધા આપવામાં આવી છે. છતાં એક પણ યોજના ચાલુ નથી. જેથી લોકો ને પાણી ની મુશ્કેલી પડી રહી છે. શુકરીયાભાઈ કાથુડ, આનંદપુર

અન્ય સમાચારો પણ છે...