તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીની હોટલમાં રોકાયેલો આણંદનો યુવક અંદર ગંદકી છે કહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીની હોટલમાં રોકાયેલો આણંદનો યુવક અંદર ગંદકી છે કહી વેઇટર અને મેનેજમેન્ટના અન્ય લોકો સાથે ઝગડી પડ્યા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોચતા ત્યાં સરકારી અધિકારીનો પુત્ર છું કહી બબાલ કરતા અંતે તેને સળિયા પાછળ ધકેલી પ્રોહીબીશનનો કેસ કરાયો હતો.

આણંદ જિલ્લાના ઓડગામ તલાટી ટેકરીમાં રહેતો વિરલ મહેન્દ્ર તલાટી ઉ.વ.30 ગુરૂવારે રાત્રે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં પીધેલી હાલતમાં પહોંચી ગયો હતો. તેણે પોલીસને જણાવ્યુ હતું કે, જીઆઇડીસી ચારરસ્તા સ્થિત હોટલ રાહીલ ઇન્ટરનેશનલમાં તે રોકાયો હતો. જ્યાં રૂમના વોશબેસિનમાં ગંદકી દેખાતા સ્ટાફ સાથે તેની બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આરોપી વિરલ પીધેલી હાલતમાં જ રાતના સમયે પોલીસ મથકે પહોંચી ગયો હતો. જીઆઇડીસી પીઆઇના જણાવ્યા મુજબ તે પોતે સરકારી અધિકારીનો પુત્ર છું કહી ગમે તેમ બોલતા સમજાવી રવાના કર્યો છતા થોડી વાર બાદ પરત પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં આવી લવારા કરતા તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી સળિયા પાછળ ધકેલી દેવાયો હતો. પીધેલો યુવકે રાતના સમયે રિટાયર્ડ મેજીસ્ટ્રેટનો પુત્ર હોવાનો દાવો કરી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...