તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરની જીઆઈડીસીમાં વરસાદી ડ્રેનેજ લાઇનમાં ફરી કેમિકલયુક્ત ઇન્ફ્લુઅન્ટ ઠલવાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોમાસા પછી શિયાળાની ઋતુ પણ પુરી થઈ છે તેમ છતાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના વિવિધ વિસ્તારોની વરસાદી ઓપન તેમજ પાકી ગટરોમાં એફલુએન્ટ વહેતુ ની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. વારંવાર બનતી ઘટના બાબતે તંત્રની મોનીટંરીગ ટીમ નિષ્ફળ નીવડી હોવાની પણ ફરિયાદ કરાય છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ચોમાસા વારંવાર વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી વહેતુ હોવાની ફરીયાદ બાદ જીપીસીબી દ્વારા ઉદ્યોગો સામે કાર્યવાહી કડક કરવામાં આવી હતી. જો કે ચોમાસા બાદ પણ આ સિલસિલો આજે પણ યથાવત હોવાની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવી છે. તેમને દ્વારા જીઆઇડીસી સજ્જન ઈન્ડીયા કંપની રોડ, આર્યન એક્સચેન્જ રોડ, કનોરિયા કેમિકલ રોડ, વરાછા વિસ્તાર તરીકે જાણીતો ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાકી કાંસો પ્રદુષિત પાણી અને તે પણ દુર્ગંધ યુક્ત વહેતુ જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં જીપીસીબી, નોટીફાઈડ, થર્ડ પાર્ટી મોનીટંરીગ ટીમ, ગેમીની ટીમ નિષ્ફળ નીવડી હોવાની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળએ કરી હતી. તેમજ વારંવાર આ ઘટના બાબતે ફરિયાદ કરવા છતાં તંત્ર ...અનુસંધાન પાના નં.2

તસ્વીર જીઆઇડીસી વિવિધ કાંસમાં વહેતુ પ્રદુષિત પાણી નજરે પડે છે. તસ્વીર હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો