તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી હાઇવેની હોટલ સામે અજાણ્યા યુવકની લાશ મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી પોલીસ મથકની બાજુમાં આવેલા રેનબસેરા હોટલ સામે આવેલી ચ્હાની લારી પાસે 30થી 35 વર્ષના એક અજાણ્યો યુવક મૃત દેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોચી હતી અને લાશનો કબ્જો લેવામાં આવ્યો હતો.

જોકે મૃતક ઈસમની ઓળખ થઈ ન હતી .જે હિન્દુ છે કે મુસ્લિમ જેવી ઓળખ માટે પોલીસે એક મોલાનાની મદદ લીધી હતી મૃતક સુન્નત કરેલાનું જણાતા મુસ્લિમ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે મૃતકે શરીરે સફેદ પટ્ટા વાળું જેકેટ અને ક્રીમ કલરનું ટી શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરલું છે અને તેના જમણા હાથના કાંડા પર ચીનકા લખેલું છૂંદણ છે. આ ઉપરોકત વ્યક્તિ વર્ણન વાળો વ્યક્તિની ઓળખ મળે તો પારડી પોલીસનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યુ છે.જોકે આ અજાણ્યા ઈસમનું કોઈ બીમારી અથવા વધુ પડતી ઠંડીના કારણે મોત નીપજયાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો