તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરના પારેખ ફળીયામાં રસ્તા પર પાણીનો બેફામ વેડફાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળામાં પાણી કિલત વચ્ચે અંક્લેશ્વર નગરપાલિકા પાણી બચાવામાં નિષ્ફળ નીવડી રહી હોવાના આક્ષેપો શહેરીજનો કરી રહ્યાં છે. એકતરફ પાણીની સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે અંકલેશ્વરના પારેખ ફળીયા છેલ્લાં કેટલાંય દિવસોથી પાલિકાની આળસના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વેડફાઇ રહ્યું છે. પાલિકાના અધિકારીઓને રજૂઆત કરતાં તેઓ એકબીજાને ખો આપી કામગીરી કરવાનું ટાળી રહ્યાં હોઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર નગરપાલિકાના પારેખ ફળીયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની પાઇપલાઇનમાં ક્ષતિ સર્જાતાં રોજનું હજારો લીટર પાણી રસ્તા પર વહી જતુ હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે વિસ્તારમાં રહેતાં અને શાસકપક્ષના જ એક સભ્ય દ્વારા પાલિકા કર્મીઓને વારંવાર રજૂઆતો કરી પાણીનો બગાડ અટકાવવાની માંગ કરી છે. ત્યારે કમર્ચારી દ્વારા મારું નહિ અન્ય વિભાગનું કામ છે તેમ જણાવી તેમને ઉડાઉ જવાબ આપી એકબીજાને ખો આપી રહ્યાં છે. જોકે પાલિકા કર્મીઓની નિષ્કાળજીના કારણે રોજનું હજારો લીટર પાણી વેડફાઇ રહ્યું હોવાને કારણે પાલિકા તંત્ર પાણીનો બગાડ અટકાવામાં નિષ્ફળ નીવડી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનકો કરી રહ્યાં છે. અંક્લેશ્વર શહેરની પીવાના અને વપરાશના પાણીની જરૂરીયાતને પુર કરવા માટે એક તરફ વોટર વર્કસ વિભાગ બોર બનાવી તેમજ ઉકાઈ કેનાલમાંથી પાણી મેળવી યેનકેન પ્રકારે શહેરની પાણીની સમસ્યાનો તાળો બેસાડી રહ્યું છે. ત્યારે કેટલાક બે જવાબદાર નાગરિકો તેમજ અધિકારીઓના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો હોઇ પાણીનો બગાડ અટકાવામાં પાલિકા નિષ્ફળ નીવડ્યું હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.

અંક્લેશ્વરના પારેખ ફળિયામાં પાલિકાની નિષ્કાળજીને કારણે રોજનું હજારો લીટર પાણી વેડફાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. - હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...