તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તા પર ચાલતી વેળાએ પડી જતા વૃદ્ધનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવી નગરમાં બરોડિયાવાડમાં રહેતા રમેશભાઇ ભીખાભાઇ મિસ્ત્રી (62) કોઈ કામ અર્થે લુહારવાડ ખાતેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એકાએક કોઈ અગમ્ય કારણોથી રસ્તા પર પડી જતા માથા તેમજ પીઠના ભાગે તેઓને મૂઢમાર વાગ્યો હતો. જેથી તેઓને માંડવી રંજન હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ વાતની જાણ માંડવી પોલીસને કરતા માંડવી પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...