તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળ-ઉંમરપાડામાં નવોદય કેન્દ્રીય વિદ્યાલયની ધો.6ની પ્રવેશ પરીક્ષા યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત સરકાર સંચાલિત નવોદય કેન્દ્રીય વિદ્યલયમાં ધોરણ 6ની પ્રવેશ પરિક્ષા માંગરોળ અને ઉંમરપાડા તાલુકામાં લેવામાં આવાતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા ઉત્સાહ પૂર્વક આપી હતી.

માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ કે. એમ. મદ્રેસા હાઈસ્કૂલ ખાતે પ્રવેશ પરીક્ષાનું આયોજન થતાં 11મીના રોજ સવારે 10.00 કલાકે વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે હાજર થઈ ગયા હતાં. નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં વિના મૂલ્યે રહેવા જમવાની સગવડ અને શ્રેષ્ઠ શિક્ષણની સુવિધ મળતી હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ ખુબ જ તકેદારી રાખી પ્રવેશ પરીક્ષાની છેલ્લા ચાર માસથી તૈયારીઓ કરાવી હતી. તેમજ વહેલી સવારથી વાલીઓ પોતાના બાળકોને લઈ પરિક્ષા કેન્દ્રો પર આવી પહોંચ્યા હતાં.

માંગરોળ કે. એમ. મદ્રેસ હાઈસ્કૂલ ખાતે 180 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવામાં આવ્યા હતાં. 11.30 કલાકે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. બે કલાક ચાલી હતી. જ્યારે ઉંમરપાડા તાલુકા મથક ખાતેની વનરાજ હાઈસ્કૂલ ખાતે નવોદય વિદ્યાલયની ધોરણ 6ની પ્રવેશ પરીક્ષાનું આયોજન થતાં 207 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા ઉત્સાહ પૂર્વક આપી હતી.

નવોદય વિદ્યાલયના પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

બહાર કાઢી મુકાતા વિદ્યાર્થી રડી પડ્યો
પરીક્ષા પ્રારંભ પૂર્વે રતોલા ગામના એક વિદ્યાર્થીના બેઠક નંબરમાં ભૂલ હોવાથી સુપરવાઈઝરે તેને ક્લાસની બહાર કાઢતાં આ વિદ્યાર્થી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ સમયે વાલીઓ પરીક્ષા ખંડ નજીક ધસી આવ્યા હતા, અને આખરે અન્ય શિક્ષકોએ તેની બેઠકનો સાચો નંબર શોધી પરીક્ષા ખંડમાં બેસાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો