તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરથી નાસીક જતી ઇજનેર મહિલાની બસ ડ્રાઈવરે છેડતી કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાષ્ટ્ર નાસિક ખાતે રહેતી આર્કિટેક ઈજનેર મહિલાને બે માસ અગાઉ અંકલેશ્વરથી નાસિક બસમાં જતા બસના ચાલકે શરીરે અડપલા કરીને ગુપ્ત ભાગે હાથ ફેરવીને મહિલાની છેડતી કરી વીડીયો બનાવતાં પોલીસ ફરિયાદ થવા પામી છે.

મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતી અને આર્કિટેક ઈજનેર મહિલા 25મી ડીસેમ્બરના રોજ નાસિક જવા માટે અંકલેશ્વરથી નાસીક જવા માટે મહિલાએ ઓનલાઈન ટીકીટ 30મી ડીસેમ્બરના રોજ ખાનગી બસ નંબર (GJ -03 BV- 9244) કરી હતી. બસમાં રાત્રીના 12.00 કલાકે બસમાં બેસી નાસીક જવા માટે નીકળ્યા હતા. બસમાં સ્લીપીંગ કોચમાં પડદો બંધ કરીને સુઈ ગઈ હતી. મહિલાના શરીર પર તેમજ ગુપ્ત ભાગે કોઈક ઈસમ હાથ ફેરવે છે. મહિલા અચાનક જ જાગી જતા હાથ ફેરવનાર બસનો ચાલક રિઝવાન હતો. જેના લઈને મહિલા બુમા બુમ કરતા કોઈ પણ પેસેન્જર જાગ્યા ન હતા. ત્યારે બસમાંથી મહિલાએ જોતા કામરેજ ચાર રસ્તા દેખાયુ હતુ. મહિલા બસમાં એકલી હોવાથી બીક લાગતા અને પગમાં ઈજા થવાથી મહિલાએ સવારે નાસીક જઈને બસના ડ્રાઈવર સાથે વાતચીત કરતા પોતે જ આવુ કર્યું હોવાનુ જણાવ્યુ હતુ. આ બાબતે વિડીયો પણ ઉતારર્યો હોવાનું કબુલ કરીને મહિલાની માંફી પણ માગી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો