લગ્નના વરઘોડામાં જુની અદાવતે એક પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના પાનુડા ગામે લગ્નના વરઘોડામાં એક વ્યક્તિ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

ડેડિયાપાડા તાલુકાના પાનુડા ગામે રહેતા રાજકુમાર રમેશ વસાવાનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં ગામના રોશન નાનુ વસાવા ગયા હતા. તે વખતે સતીષ ભગા વસાવા, રાકેશ ભગા વસાવા, સતીષ રૂપસીંગ વસાવાએ સાથે ખરચી પાડાના અર્જુન વિરજી વસાવાએ નરેગાના કામ બાબતની રીસ રાખી લગ્નના વરઘોડામાં નાચતી વેળા રોશન વસાવાને ધક્કો માર્યો હતો. તેવામાં ધક્કો કેમ મારે છે તેમ કહેતાં રોશનને વરઘોડામાંથી બાજુમાં લઈ જઈ ઢીકેપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સતીષ વસાવાએ નજીકમાં પડેલું લાકડું રોશનના માથામાં મારી દેતાં ઈજા પહોંચાડી હતી. બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ બાબતે રોશન વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...