તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના રાધે પાર્કમાં પશુપાલકની સોનાની ચેઇન તોડી ગઠીયા ફરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરના રાધે પાર્કમાં દૂધ આપવા આવેલ પશુપાલકની સોનાની ચેઇન તોડી ગઠીયા ફરાર થઇ ગયા હતા. રાધે પાર્કમાં પ્રવેશતાજ પલ્સર પર આવેલા 2 ઈસમો ગળા માંથી ચેઇન તોડી પુરપાટ ગાડી લઇ ભાગી ગયા હતા. સમગ્ર ઘટના સોસાયટીના મકાનના સીસીટીવી કેદ થઇ હતી. સક્કરપોર ભાઠાના ઈસમે પોણા બે તોલા ની સોનાની ચેઇન ગુમાવી હતી. બનાવ સંદર્ભે શહેર પોલીસ જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના જુના સક્કરપોર ભાઠા ગામ ખાતે રહેતા ગણેશભાઈ ઈશ્વરભાઈ આહીર પોતાના નિત્યક્રમ મુજબ રાધે પાર્ક ખાતે દૂધ આપવા માટે આજરોજ સવારે આવ્યા હતા તે દરમિયાન તેમની પાછળ પલ્સર મોટર સાઇકલ પર 2 ઈસમો પીછો કરતા નજીક આવી તેમના ગળામાં રહેલી સોના પેન્ડન સાથેની સોનાની પોણા બે તોલાની ચેઇન પલવાળમાં તોડી પુરપાટ રફુકચકકર થઇ ગયા હતા. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ અંગે ગણેશભાઈ આહીરે જણાવ્યું હતું કે સવારે ઘટના બની હતી જેમાં પલ્સર ગાડી પર આવેલ એક ઈસમ ખુલ્લા મોઢે હતો અને બીજો હેલ્મેટ પહેરેલ હતો. જે સીસીટીવીમાં પણ નજરે પડ્યા હતા. અને આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો