તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા ખાતે માહ્યાવંશી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારા ખાતે માહ્યાવંશી વિકાસ મંચ જિલ્લા તાપીના નેજા હેઠળ વ્યારા સીનીયર સીટીઝન હોલ ખાતે મનહરભાઇ પટેલના સાનિધ્યમાં સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. વ્યારા ખાતે ત્રિવેણી સંગમ જેવો સુંદર કાર્યક્રમ યોજાયો જ્યાં રંગોળી સ્પર્ધા, નિવૃત્ત કર્મચારીનું અભિવાદન તથા સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના પ્રમુખ પ્રો. જયંતકુમાર પટેલ મુખ્ય પ્રણેતા પ્રવકતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મંચના ટ્રસ્ટી એડ. અશોકભાઈ રાઠોડ, અશોકભાઈ પરમાર, મહામંત્રી નીતિનભાઈ વાઘેલા સહીત મંચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા માહ્યાવંશી સમાજના દરેક આગેવાન વડીલો તથા નાના ભુલકાઓનાં સૌ સંગઠિત બની કાર્યક્રમને ભવ્ય અને અભૂતપૂર્વ સફલ બનાવ્યો ક્રાયક્રમને સફળ બનાવવા ધીરુભાઈ ભારતી પ્રમુખ તાપી જિલ્લા માહ્યાવંશી વિકાસ મંચને ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...