તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરસાડી નગરમાં 6 કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટસ સંકુલ બનાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તરસાડી નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં 46.49 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે સર્વાનુમત્ત મંજૂર કરવામાં આવ્યું છે. વર્ષ2020-21માં નગરની મુખ્ય સમસ્યા એવી વરસાદી પાણીનો ભરાવો જે સમસ્યાના નિરાકરણ માટે 6.28 કરોડ ફાળવ્યા છે. જ્યારે 6 કરોડના ખર્ચે અધ્યતન સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે.

તરસાડી નગરપાલિકાનું 31.82 લાખની પુરાંતવાળું 46.49 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. નગરપાલિકાએ આ બજેટમાં નગરમાં સર્જાતી વરસાદી પાણીના નિકાલ માટે ગટરલાઈન તેમજ 6 કરોડના ખર્ચે ભવ્ય સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. તરસાડી નગરપાલિકાના સભાસદમાં તરસાડી નગર પ્રમુખ પ્રફુલભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વર્ષ 2020-21નું બજેટ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મોટી રાહત મિલકતદારનો આપવામાં આવી હતી. આ બજેટમાં પાલિકાએ કોઈપણ જાતના કરવેરા વધારવાની જાહેર કરવામાં આવી ન હતી. રાબેતા મુજબ કરવેરા રાખવામાં આવ્યા છે. જે કરવેરામાંથી પાલિકાને 3.86 કરોડની આવકનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાસ અધિનિયમ મુજબની અન્ય ફી 3.54 કરોડ મળવાની આશા રાખવામાં આવી છે. જ્યારે મહેસુલી આવક પેટે 3.02 કરોડ આવવાની ધારણા રાખવામાં આવી છે. સરકાર તરફથી વિવિધ વિકાસ કાર્યો માટે 35.34 કરોડ મળીને કુલ 46.49 કરોડની આવકનો અંદાજો લગાવવામાં આવ્યો છે. જે 46.49 કરોડની સામે ખર્ચમાં સામાન્ય વહીવટી ખર્ચ સાથે 14.37 કરોડ સલામતી અને દિવાબત્તી માટે 1.92 કરોડ, પાણી પુરવઠાની કામગીરી માટે 1.98 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે 6.28 કરોડ નગરપાલિકાની ગટર યોજનાઓ માટે ફાળવણી કરવામાં આવી છે. જેમાં તરસાડી નગરપાલિકા વિસ્તારમાં સમસ્યા રૂપ એવા વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ વિસ્તારમાં ગટરલાઈન નાંખવામાં આવશે. જેનાથી ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. જનલ કન્ટીજન્સી માટે નગરપાલિકાએ 5.78 કરોડ ફાળવ્યા છે, જ્યારે તરસાડી નગરપાલિકામાં જાહેર બાંધકામ તેમજ 6 કરોડના ખર્ચે સ્પોટ્સ સંકુલ બાંધવા માટે કુલ 16.43 કરોડ ફાળવવામાં આવ્યા છે. નગરપાલિકાએ પરચુરણ ખર્ચ માટે 14.51 કરોડની ફાળવણી કરી છે.

સામાજિક ઉત્તર દાયિત્વ તથા સામાજિક ન્યાય માટે 9.60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આમ જાવક ખાતે 46.17 કરોડના ખર્ચે જોગવાઈ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખે 31.82 લાખની પુરાંતવાળું બજેટ સામાન્યસભામાં સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા મિલકતવેરામાં કોઈ વધારો ન કરાતા રાહત

2020-21નું 31.82 લાખની પુરાંત વાળું 46.49 કરોડનું બજેટ

નગરપાલિકાના આવકના સ્ત્રોત

તરસાડી નગરપાલિકાએ નવા આવકના સ્ત્રોત વધારવામાં માત્ર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતાં બાયોકમ્પોઝ ખાતર પર નિર્ભરતા દાખવી છે. હાલ પાલિકા ખેડૂતોને 1000 રૂપિયા ટ્રેક્ટરના હિસાબે ખાતર પુરુ કરે છે. આ ઉપરાંત નગરપાલિકાએ સરકાર તરફથી મળતી ગ્રાન્ટ ઉપર અને વેરા અને મહેસુલી આવક પર મદાર રાખ્યો છે.

નગરપાલિકાના મહત્વના પ્રોજેક્ટ

તરસાડી નગરપાલિકા 6 કરોડના ખર્ચે નગરમાં અત્યાધૂનિક સ્પોક્ટ કોમ્પલેક્સનું નિર્માણ આ બજેટ વર્ષ દરમિયાન કરશે. જે સ્પોટ્સ સંકુલમાં સ્વીમીંગ પુલ, ટેનિશ સ્ક્વોર્ડ, બાસ્કેટબોલ,ટેબલ ટેનિસ, ક્રિકેટ, જીમ બનાવવામાં આવશે. રમત ગમત નિહાળવા માટે પ્રેક્સક ગેલેરેી પણ આ અત્યાધૂનિક સ્પોટ્સ કોમ્પલેક્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિરોધપક્ષના નેતાઓનો સહાકાર મળ્યો

નગરપાલિકાનું બજેટ સર્વાનુંમતે પસાર કરવા માટે શાસકપક્ષ તેમજ વિરોધપક્ષના નેતાઓનો જે સાથ સહાકાર મળ્યો છે તે બદલ હું તમામનો આભાર માનું છે. આ બજેટના માધ્યમથી તરસાડી નગરમાં વધુ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે. જેનો લાભ નગરની જનતાને મળશે. > પ્રફુલ પટેલ, પ્રમુખ, તરસાડી નગરપાલિકા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો