તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગમાં શામગહાન નજીક ટેમ્પો પલટી જતાં અકસ્માત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાપુતારા | ડાંગ જિલ્લાનાં શામગહાન વઘઇને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર સુરતથી કપડાં ભરી પૂણે જઇ રહેલા ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી ચાલક-ક્લીનરને નજીવી ઇજાઓ થતાં ટેમ્પોને નુકસાન થવા પામ્યું હતું. શામગહાન-વઘઇ રાજ્ય ધોરી માર્ગ પર સુરતથી પુણે તરફ કપડાં ભરી જઇ રહેલ ટેમ્પો નં.એમએચ.16.એઇ. 8402 મળસકે ઝોકું આવતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટેમ્પો માર્ગ સાઇડે પલટી મારી ગયો હતો. જોકે, અકસ્માતમાં ટેમ્પો ચાલક અને ક્લીનરને નજીવી ઇજાઓ થતાં નજીકની શામગહાન સીએચસીમાં પ્રાથમિક સારવાર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો