સેલવાસમાં અઢી મહિના પહેલા ત્યજી દેવાયેલા બાળકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ સિવિલમાં અઢી મહિના આગવા ત્યજી દેવાયલા બાળકનું સ્પેશિયલાઈઝ એડોપ્શન એજેન્સીમાં મોત થતા સેન્ટરમાં શોકની લાગણી ફરી વળી છે.

દાનહના સેલવાસ ખાતે સ્પેશિયલાઈઝ એડોપ્શન એજન્સી શરૂ કરાઇ છે. જેમાં ત્યજી દેવાયેલા નવજાત બાળકોની સાથે જે માતા પિતા બાળકોનો ઉછેર ન કરી શકતા હોય એવા બાળકોને સ્વીકારી એનો ઉછેર કરવાનું કામ કરે છે. અઢી મહિના પહેલા સેલવાસ સિવિલમાં માતા પિતા દ્વારા ત્યજી દેવાયેલું એક બાળકનું મોત થતા દોડધામ મચી ગઇ હતી. મંગળવારે આ બાળકનું પીએમ કરાયું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, બાળકને થયેલી ઉલ્ટી એની શ્વાસ નળીમાં અટકી ગઈ હતી. જેને લઇ બાળકનો શ્વાસ રૂંધાતા મોત થયું હતું. આ સેન્ટરમાં 6 બાળકીઓ અને એક મેલ બાળક હતું જેને લઇ સેન્ટરના કર્મચારીઓએ એનું નામ કૃષ્ણ પડ્યું હતું. બાળકનું મોત થતા સેન્ટરમાં શોકની લાગણી ભરી વળી છે. આ સેન્ટરમાં દરેક જગ્યાએ સીસીટીવી લગાવેલા છે. તેમજ બાળકો કાળજી સગીમા કરતા વધારે રાખવામાં આવે છે. આ સેન્ટરમાંથી અગાઉ અનેક દંપત્તિઓએ બાળકોને દત્તક લીધા છે. આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખી ઉચ્ચ લેવલે બાળકનાં મોતની વધુ તપાસ હાથ ધરાઇ છે

બાળકોની સંભાળ માટે વેલ ટ્રેન સ્ટાફ રખાયો છે, ભૂલ ચલાવી લેવાશે નહીં

સેલવાસ ખાતે આવેલ સ્પેશિયલાઈઝ એડપ્શન એજન્સીમાં અઢી મહિનાના બાળકનું મોત થતા અત્યંત શોકનું વાતાવરણ ઉભું થવા પામ્યું છે આ બાબતે પ્રશાસને પેનલ બાવી તપાસ હાથ ધરારી છે. જોકે પીએમ રિપોર્ટ આવી ગયો છે. સેન્ટરમાં દિવસ દરમ્યાન એક નર્સ અને બાળકોની સંભાળ માટે વેલ ટ્રેન સ્ટાફ રખાયો છે. નાની સરખી ભૂલને પણ ચાલવી લેવાશે નહિ. પેનલ બે ડોક્ટરને પણ રખાયા છે.>રાજીવ રંજન, સ્પેશિયલાઈઝ એડપ્શન એજેન્સી ડેપ્યુટી ડાયરેક્ટર અને આરડીસી ખાનવેલ
અન્ય સમાચારો પણ છે...