તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં હોમવર્ક ન કરવાના બહાને 8 વર્ષીય બાળકીનું માથું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીમાં હોમવર્ક ન કરવાના બહાને 8 વર્ષીય બાળકીનું માથું દિવાલથી અથડાવી હત્યા કરનારી સાવકી માતાની ધરપકડ બાદ કોર્ટ સમક્ષ રજૂ કરતા તે નવસારી સબજેલમાં ધકેલાઇ હતી.

વાપી ખોડિયાર નગરમાં રહેતી સાવકી માતા કવિતાએ મંગળવારે બપોરે 8 વર્ષીય બાળકી સોનાક્ષીને ઘરમાં જ હોમવર્ક ન કરતા તેનું માથું અને મોઢું દિવાલમાં અથડાવ્યા બાદ છાતી ઉપર ચઢી અસહ્ય માર મારતા તેનું મોત થયું હતું. ત્યારબાદ લાશને હોલમાં જ છોડીને પોતાના અઢી વર્ષ પુત્ર સાથે તે બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી. સાંજે નાટકીય રૂપે બાળકીને હોસ્પિટલમાં લઇ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ કેસમાં પીએમ રિપોર્ટ બાદ ગંભીરતાથી તપાસ કરતા સાવકી માતાએ જ હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી ગુરૂવારે સવારે તેની ધરપકડ બાદ સાંજે વાપી કોર્ટ સમક્ષ રજૂ કરતા આરોપી માતાને નવસારી સબજેલમાં મોકલી દેવાનો આદેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...