તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નળ કનેક્શન કપાતા પાલિકા સભ્ય અમીષાબેન વિફર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી નગર પાલિકાએ ગત બુધવારના રોજ પાલિકાના મેહકમ સમિતિના ચેરમેન અમીષાબેનના સસરાના નામે આવેલી ઘર અને દુકાનોનો ચાલુ વર્ષ તેમજ પાછલા વર્ષનો રૂ 25516/-નો વેરો બાકી રહેતા પારડી પાલિકાએ નળ કનેક્શન કાપી નાંખ્યું હતું જેને લઈ આજરોજ આમિષાબેન નારાજગી સાથે વિવિધ મુદ્દે પાલિકા પાસે ખુલાસો માંગતા ફરી માહોલ ગરમાયો છે.

પાલિકા સભ્ય અમિષા બેને લેખિતમાં પારડી પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અને વોટર વર્કસના ચેરમેનને અમીષાબેન મોદીએ કરેલી અરજીમાં પાલિકાએ કિન્નાખોરી રાખીને એમનો નળ કનેક્શન આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે . અને માર્ચ મહિનાની 31 તારીખ સુધીમાં વેરો ભરવાની તેમની તૈયારી હોવાનું જણાવી માર્ચ મહીનો વીતવા પહેલા નળ ક્નેકશન કાપી નાંખવા બાબતે વાંધો નોધાવ્યો હતો. તેમના પાડોશમાં આવેલા મકાનનું એરીયા તેમના મકાન જેટલો જ હોવા છતા પાડોશીનો વેરો તેમના કરતાં ઓછો હોવાનું જણાવી એમણે પાલિકા પાસે ફરી એક વાર માપણી કરવાની માંગ કરી સંતોષ કારક કાર્યવાહીના અંતે વેરો ભરવાની તૈયારી દર્શાવી છે.જોકે તેમના સસરાની મિલકતનો વેરો ચાલુ વર્ષ તો ઠીક પાછલા વર્ષનો પણ બાકી બોલી રહ્યો છે. ત્યારે નળ કનેક્શન કપાયા બાદ અરજી કરી છે. એક પાલિકા સભ્યના મિલકતનો જ વેરો બાકી રહેતા નળ કનેક્શન પાલિકા દ્વારા કપાયા હોવાનું બહાર આવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો