Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રૂઝવણી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ અંબિકા ઇલેવન ચેમ્પિયન
ખેરગામ | રૂઝવણી ખાતે ગ્રામ્ય ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન વલસાડ કોસંબાના ઉત્તમભાઈ ટંડેલ, તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ, ગામના સરપંચ જીગ્નેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય પ્રશાંતભાઈ પટેલ, રૂઝવણી પ્રા.શાળાના શિક્ષિકા ખુશ્બૂબેન પટેલ સહિત ઉપસ્થિત મહેમાનોના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ટુર્નામેટમાં 16 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાની ફાઇનલમાં ખેરગામ દાદરી ફળિયાની અંબિકા ઇલેવન અને પીઠા ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં પીઠા ઇલેવને પ્રથમ બેટિંગ કરી 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ખેરગામ અંબિકા ઇલેવને 4 ઓવરમાં 62 રનનો ટાર્ગેટ પૂરો કરતા અંબિકા ઇલેવન ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમને ઉત્તમભાઈ ટંડેલ અને તેમના પરિવારો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી સહિત રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ટેનિસ ક્રિકેટ ટુર્નામેટના આયોજક જીતુભાઇ પટેલ,જીગ્નેશભાઈ પટેલ સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.