આંબોલીની કોપરચોર ટોળકીએ વધુ 5 ટ્રાન્સફોર્મર તોડ્યાનું કબુલ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફર્મર તોડી કોપર ચોરી કરતી આંબોલીની ટોળકીએ 05 ગુનાની કબુલાત કરી છે. અગાઉના ગુનામાં જેલમાં રહેલી ટોળકીના સાગરિતો અને બે ભંગારીયાઓ સામે બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ગત 5 મી માર્ચના રોજ પોલીસે કોપર ચોરી કરતી આંબોલી ગામની ગેંગના 5 સાગરીતોને ઝડપી પાડ્યા હતાં. ટોળકીએ 7 જેટલા ટ્રાન્સફર્મર તોડી પાડ્યા હોવાની કબૂલાત કરી હતી.

કોપર ચોર ગેંગના શશીકાંત વસાવા, સતીશ વસાવા, કલ્પેશ વસાવા, સન્મુખ વસાવા અને પ્રકાશ વસાવાની ધરપકડ કરી તેમને સબજેલમાં મોકલી અપાયાં હતાં. તપાસ દરમિયાન ટોળકીએ વધુ 5 ટ્રાન્સફોર્મર તોડયા હોવાનું બહાર આવતાં તેમની તથા બે ભંગારીયા સામે બીજો ગુનો દાખલ કરાયો છે.

અગાઉ પોલીસે ચોરીનું કોપર ખરીદનાર માં રેસિડન્સી નજીક ભંગારનો ધંધો કરતાં શશીકાંત રાઠોડ અને સુરતી ભાગોળના ભંગારીયા અબ્દુલ મજીદ શેખની પણ પોલીસે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...