તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાચ-ફડવેલથી બામણવાડા વિભાગ માઈનોર નહેરની ખેડૂતોએ સફાઇ શરૂ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચીખલી તાલુકો આદિવાસી તાલુકો રહ્યો છે ત્યારે આ તાલુકાના લોકો ખેતી ઉપર પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. આ તાલુકાના ખેડૂતો વરસાદી કે નહેરના પાણી પર ખેતી કરતા હોય છે. ચીખલી તાલુકામાં ઉકાઈ ડાબા કાંઠાની નહેર ગામેગામથી પસાર થાય છે. ઉકાઈ ડાબા કાંઠા વિભાગ દ્વારા જાન્યુઆરી માસમાં પ્રથમ રોટેશનમાં પાણી આપ્યા બાદ બીજા રોટેશનનું પાણી આપવાનું હાલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અંબાચ, ફડવેલ અને બામણવાડા વિભાગની માઈનોર નહેરમાં પાણી ન મળતા આ વિસ્તારના ખેડૂતોએ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ વાંસદા-ચીખલીના ધારાસભ્યએ એક લેખિત પત્ર લખી આ વિસ્તારના ખેડૂતોને વહેલી તકે પાણી આપવાની માંગ કરી છે. બીજી તરફ આ માઈનોર નહેરમાં કચરો વધુ પ્રમાણમાં હોય જે ઉકાઈ ડાબા કાંઠા વિભાગ દ્વારા સાફ ન કરાતા ખાંભડા અને બામણવાડાના ખેડૂતોએ આ માઈનોર નહેરની સફાઈ કરવાનું કામ જાતે જ શરૂ કરી દીધું છે. આ માઈનોર નહેર છે કે નથી એ પણ કોઈ ને ખબર પડતી નથી એવો કચરો આ નહેરમાં એકત્ર થયો છે. સરકાર દ્વારા નહેરના નવિનીકરણ તેમજ સાફસફાઈ અને મરામત માટે નાણાંની ફાળવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ માઈનોર નહેરની સફાઈ કેમ કરવામાં આવતી નથી તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો