તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડ તાલુકા કક્ષાની વાંચન અર્થગ્રહણ સ્પર્ધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ટકારમા | જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાની મુખવાચન અને વાચન અર્થગ્રહણ સ્પર્ધા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેના આઈ.સી.ડી.એસ. ભવન, ઓલપાડ ખાતે યોજવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના સઘન વાંચન અર્થગ્રહણ માટે ધોરણ-3 થી 8 માં વાંચન અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2019 દરમિયાન ધોરણ-3 થી 8માં શ્રવણ-કથન આધારિત મૌખિક ભાષા વ્યવહારની પ્રવૃત્તિઓ અને દ્વિતીય સત્રની “ભાષાદીપ”ની પ્રવૃત્તિઓ શાળાઓમાં કરવામાં આવેલ છે. આ વાંચન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં શાળા કક્ષાએ ધોરણ-3 થી 5ની કેટેગરીના વિજેતા 11 બાળકો તથા ધોરણ-6 થી 8ની કેટેગરીના વિજેતા 11 બાળકો મળી કુલ 22 બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો.સ્પર્ધાના કન્વીનર એવા સીથાણના સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશ મહેતાએ સૌ બાળકો તથા તેમના માર્ગદર્શક શિક્ષકોને આવકારી સ્પર્ધા વિષયક વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો