ફોક્સ વેગન કારમાં દારૂની હેરાફેરી, બે ઈસમ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત ઓપરેશન ગૃપ તાપી જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ગત રાત્રિ દરમિયાન કપુરાથી શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો કરતાં ભોજપુર થઈ દેગામા ખાતે ઓવરટેક કરી કાર અને અન્ય મુદ્દામાલ સાથે રૂ. 376400નો દારૂ પકડાયો હતો. જેમાં બેની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લામાં દારૂબંધી કડક રીતે થાય તે માટે સુરત ઓપરેશન ગૃપ તાપી જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આ ટીમ કપુરા નજીક પોલીસને જોઈ વ્યારા તાલુકાના કપુરા ખાતેથી ભોજપુર તરફ એક કાર શંકાસ્પદ ભાગી જતી નજરે પડતાં આર.આર.સેલે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન ભોજપુરથી વાલોડ તાલુકામાં પ્રવેશ કરી દેગામા ગામ તરફ જઇ રહી હતી ત્યારે દેગામા ગામની સીમમાંથી બાજીપુરા રોડ તરફ કાર હંકારતા આર.આર.સેલે ઓવરટેક કરતાં કાર ઝડપી પાડી હતી, આ ફોક્સવેગન વેન્ટો ગાડી નં. (GJ-5 JB-9322) પકડીને ડ્રાયવર સંજયભાઇ નાનુભાઇ ઢોડિયા પટેલ (રહે. ડુંગરીગામ, ઉદવાડા) તથા મુકેશ અશોકભાઇ ઢોડિયા પટેલ (રહે. પલસાણા ઉદવાડા) પકડાઇ ગયાં હતાં, જેમા ડ્રાયવરે કેફી પ્રવાહીનું સેવન કરેલ હોવાનું જણાયું હતું, પુછપરછ કરતા જણાવ્યું હતું કે વિદેશી દારૂ ભરેલી ગાડી વહન કરવા કુન્તાગામ, પારડીથી આપી અને જાતે હુન્ડાઇ આઇ-ટેન ગાડીથી પાયલોટીંગ કરી સુરત તરફ લઇ જતા હતા. જેમાં દેગામા ખાતેથી પકડાઇ જતા દારૂની બાટલી 1392 કુલ કિંમત 74400/- તથા વેન્ટો ગાડી નં. (GJ-5JB-9322) કીં.રૂ. 3,00,000/- તથા બે મોબાઇલ રૂ. 2000/- મળી કુલ રૂ. 3,76,400/-નો મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. દારૂ ભરી મોકલાવનાર પાયલોટીંગ કરનાર નાસી ગયેલ સદામ શેખ (રહે દમણ) તથા દારૂ મંગાવનારા આસીફ ગાંડો અને હુસેન ટલ્લી (બંને રહે.સુરત) ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે.

3.76ના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

_photocaption_ઝડપાયેલ દારૂ ભરીને જતી કાર.*photocaption*
અન્ય સમાચારો પણ છે...