તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગલીઓમાં ફટાકડાની ધણધણાટી ને કાંઠામાં એલર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લોકોએ ફટાકડા ફોડી અને એકબીજાનાં મોં મીઠાં કરાવ્યાં, ભારતમાતા કી જય ગૂંજ્યું અને સપૂતોને સાચી અંજલિ અને સૈનિકોની બહાદુરીને વંદન કર્યા
આજરોજ ભારતીય વાયુસેના દ્વારા પાક. અધિકૃત કાશ્મીરમાં આતંકીઓના ઠેકાણા ઉપર બોંબમારો કરતા આતંકીઓનો ખાતમો બોલાવ્યાની ખબર વહેલી સવારે પડતા નવસારી નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જમાલપોર ખાતે સરપંચ સાજન ભરવાડ તથા ગ્રામજનો, હિન્દુ સંગઠનો, ગૌરક્ષક દળ, મહિલાઓ સહિત 200થી વધુ લોકો એકત્ર થઈને પાકિસ્તાન મુર્દાબાદ, શહીદ અમર રહો તથા વંદેમાતરમ, ભારતમાતા કી જયના ગગનભેદી નારા બોલાવીને ફટાકડાની આતશબાજી કરી હતી. સરપંચ સાજન ભરવાડે આપણા શહીદોની શહાદતનો બદલો સેના દ્વારા લેવાયો હતો, તેનો આનંદ છે એમ જણાવી મીઠાઈ વહેંચીને ખુશાલી વ્યક્ત કરી હતી.

જલાલપોરના લીમડાચોક પાસે આવેલા હીરાના કારખાના ચલાવતા કાળુ ભેસાણીયા, પરસોત્તમભાઈ, મધુભાઈ, નીતિન માલવિયા દ્વારા આજુબાજુના એપાર્ટમેન્ટના રહીશો તથા બીજા હિરાના કારખાનાના કારીગરોને બોલાવીને મોઢુ મીઠુ કરાવ્યું હતું અને ભારતમાતાના સપૂતોને સાચી અંજલિ અને સૈનિકોની બહાદુરીને વંદન કર્યા હતા. નવસારી જિલ્લા ભાજપ દ્વારા પણ ધારાસભ્ય પિયુષ દેસાઈની આગેવાનીમાં શહેર પ્રમુખ રમેશ હિરાણી તથા મહિલા ભાજપના હોદ્દેદારોએ નવસારી પાલિકા પટાંગણમાં ભેગા થઈ ફટાકડા ફોડી મોં મીઠંુ કરાવી વીરોની બહાદુરીને સલામી આપી હતી. જ્યારે ચીખલી ખાતે પણ ધર્મેન્દ્રસિંહ સોલંકી, રાકેશ પરમાર, પરવત પટેલ, મયંક પટેલ, ડો. અશ્વિન પટેલ સહિત યુવાનોએ એસટી બસ સ્ટેન્ડ પાસે ભેગા થઈને ફટાકડા ફોડી વંદેમાતરમ, ભારતીય સેના જિંદાબાદના નારા બોલીને ખુશાલી વ્યક્ત કરી હતી. દેશભરમાં લોકો ઉજવણી કરી રહ્યા છે. નવસારી પણ તેમાંથી બાકાત નથી. નવસારીમાં પણ લોકોએ ફટાકડા ફોડીને અને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ડાંગમાં પણ સઘન ચેકિંગ
ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં આતંકીઓનો ખાતમો બોલાવતા જેને લઈ ગુજરાત પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર દ્વારા ગુજરાતના તમામ પોલીસ મથકો તથા તેમના વિસ્તારોમાં ખાસ એલર્ટ સૂચના આપતા જેના અનુસંધાને ડાંગ ડીએસપી શ્વેતા શ્રીમાળીએ પણ સમગ્ર ડાંગ જિલ્લાના તમામ પોલીસ ચેકપોસ્ટ પર આવતા જતા તમામ વાહનોની સઘન ચેકિંગ કરવાની સૂચના આપી હતી. ડાંગના આહવા પોલીસ દ્વારા આજે આહવા તથાડાંગના અન્ય વિસ્તારોમાં પણ જાહેર માર્ગો પર અવરજવર કરતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. સમગ્ર ડાંગ જિલ્લાના તમામ માર્ગો પર પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દીધું હતું.

દરિયા કિનારે એલર્ટના પગલે દરિયાકાંઠા સહિત ઠેર ઠેર સઘન ચેકિંગ કરાયું
સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટને પગલે નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા દાંડી, ઉભરાંટ બીલીમોરા-ગણદેવી વિસ્તારમાં પોલીસ દ્વારા અને મરીન પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરાયું છે. શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી તેમના સરનામાં મેળવાય રહ્યા છે. ઉનાઈ ખાતે વાપી-શામળાજી હાઇવે ઉપરથી પસાર થતાં વાહનો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની ઉનાઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. બીલીમોરા એમ.એન. શેખ ની ટીમે વલોટી ભૈયા ટેકરી, વાઘરેચ પૂલ પાસે નાકાબંધી કરી ચેકીંગ હાથ ધર્યું હતું. બીગરી પોંસરી ગામે તેમજ કાંઠા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે આગેવાનો સાથે બેઠક યોજી હતી. અમે મિટિંગ યોજી કાંઠા વિસ્તારમાં રાખવાની તકેદારી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગણદેવી પીએસઆઇ બી.એલ.રાયજાદાની ટીમે ગણદેવી ચાર રસ્તા ઉપર નાકાબંધી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. તેમજ કાંઠા વિસ્તારના મોવાસા ગામે ગ્રામજનો સાથે બેઠક યોજી શંકાસ્પદ વસ્તુકે માણસો દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા તેમજ તેમજ પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. ધોલાઈ મરીન પીઆઇ આર.બી. રાઉલજીની ટીમે ધોલાઈ ત્રણ રસ્તા ધોલાઈ બંદર, મેંધર ભાટના લેન્ડિંગ પોઇન્ટ ઉપર નાકાબંધી સાથે દરિયાઈ ખાંજણ વિસ્તારો ઉપર નજર રાખવામાં આવી રહી છે. તેમજ કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ હતું. આ ઉપરાંત સમગ્ર તાલુકામાં આવેલ હોટેલો ગેસ્ટ હાઉસ તેમજ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને ખોટી અફવાઓથી સુર રહેવા અને અફવાઓથી અરાજકતા નહીં ફેલાય તેનું ધ્યાન રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો