તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોકરીની 100 રૂપિયાની ફી સામે વાપીના યુવકે 90 હજાર ગુમાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી ચલા સ્થિત સન રેસીડેંસીમાં રહેતા પંકજકુમાર રામનરેશ મિશ્રા દમણ કચીગામ સ્થિત મેકલોઇડ કંપનીમાં 3 વર્ષથી સિનીયર એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. 21 નવેમ્બરે તેમને એક યુવકે ફોન પર જણાવેલ કે, તે ટાઇમ જોબથી બોલે છે અને નોકરી ઓનલાઇન સર્ચ કરતા હોવાથી પંકજને ટાઇમ્સ જોબ્સ રજીસ્ટર.ઇનની સાઇડ ઉપર રૂ.100નું રજીસ્ટ્રેશન ફીસ ભરવા કહ્યું હતું. બીજા દિવસે એક યુવતિએ ફોન બે-ત્રણ ફાર્માસીટિકલ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા બાબતે વાત કરતા યુવકે તેણે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી 100 રૂપિયા ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ફી જમા ન થતા યુવતિ તેને તમામ વાતો ફોન ઉપર સમજાવતી હતી. ઇન્ટરનેટ બેંકિંગથી રૂપિયા જમા ન થતા યુવકે ક્રેડિટ કાર્ડથી પણ પ્રયાસ કર્યા હતા. જે ન થતા આ સાઇડ છોડી દેતા જ તેના સેવિંગ્સ ખાતામાંથી એક પછી એક 40 હજાર અને 50 હજાર મળી 90,000 રૂપિયા ગાયબ થઇ ગયા હતા. ત્યારબાદ ક્રેડિટ કાર્ડમાંથી કપાયેલા 40 હજાર પરત જમા થઇ ગયા હતા. વાપીના યુવકે અજાણ્યા યુવક અને યુવતિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો