વાપીમાં તશ્કરો ઘરફોડ બાદ હવે બૂટ - ચપ્પલ ચોરી તરફ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીમાં લૂંટ ,ધાડ અને ઘર ફોડ ચોરી બાદ હવે એક અનોખી ચોરીનો આતંક વધી રહ્યો છે. વાપીની વિવિધ સોસાયટીઓમાં ચોર મોંઘા ચંપલ અને બૂટોની ચોરી કરતા લોકો પરેશાન થઈ રહ્યા છે.

વાપીના ચલા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મીનગરના વિવિધ એપાર્ટમેન્ટમાં લોકોના મનમાં ચંપલ ચોરના ખોફનો માહોલ છે. આવાસ સોસાયટીમાં ગુરૂવારે હંગામો મચી ગયો હતો. સોસાયટીના ફ્લેટની બહાર રાખવામાં આવેલ મોંઘા ચંપલ અને બુટની ચોરી થઈ હતી. એક પછી એક લોકોની ફરિયાદને પગલે સોસાયટીના પ્રમુખે સોસાયટીમાં સલામતી માટે રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. ફૂટેજને જોઇ લોકો ચોંકી ગયા હતા. તેમાં એક ઈસમ દ્વારા આ તમામ ચંપલ અને બૂટની ચોરીની સમગ્ર કરતૂત કેદ થઈ ગઈ હતી. જોકે આ ચોરી નાની હોવાથી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરાઇ ન હતી. પરંતુ આવતા સમયમાં સોસાયટીમાં પ્રવેશ પામતા તમામ લોકોની વિગત લેવામાં આવે તેવું એક સૂચન આવાસ સોસાયટીના પ્રમુખ કિરણભાઇ ટંડેલ દ્વારા વોચમેનને આપવામાં આવ્યું છે.

અમારી બિલ્ડીંગમાં પણ ઘટના બની હતી
ચોરીની વિગત મળતા અમે ફ્લેટ બહાર ચંપલ જોવા ગયા ત્યારે ચંપલ કે બૂટ જોવા મળ્યા ન હતા. જોકે આ બિલ્ડિંગમાં કોઈ સીસીટીવી ન હોવાથી કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. પરંતુ ચંપલ ચોરી ને આ જ ચોરે અંજામ આપી હોય તેવું અમારૂ માનવું છે. નેહાબેન ઠાકોર ,સ્થાનિક રહીશ

ભાસ્કર ન્યૂઝ | વાપી

વાપીમાં લૂંટ ,ધાડ અને ઘર ફોડ ચોરી બાદ હવે એક અનોખી ચોરીનો આતંક વધી રહ્યો છે. વાપીની વિવિધ સોસાયટીઓમાં ચોર મોંઘા ચંપલ અને બૂટોની ચોરી કરતા લોકો પરેશાન થઈ રહ્યા છે.

વાપીના ચલા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મીનગરના વિવિધ એપાર્ટમેન્ટમાં લોકોના મનમાં ચંપલ ચોરના ખોફનો માહોલ છે. આવાસ સોસાયટીમાં ગુરૂવારે હંગામો મચી ગયો હતો. સોસાયટીના ફ્લેટની બહાર રાખવામાં આવેલ મોંઘા ચંપલ અને બુટની ચોરી થઈ હતી. એક પછી એક લોકોની ફરિયાદને પગલે સોસાયટીના પ્રમુખે સોસાયટીમાં સલામતી માટે રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. ફૂટેજને જોઇ લોકો ચોંકી ગયા હતા. તેમાં એક ઈસમ દ્વારા આ તમામ ચંપલ અને બૂટની ચોરીની સમગ્ર કરતૂત કેદ થઈ ગઈ હતી. જોકે આ ચોરી નાની હોવાથી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરાઇ ન હતી. પરંતુ આવતા સમયમાં સોસાયટીમાં પ્રવેશ પામતા તમામ લોકોની વિગત લેવામાં આવે તેવું એક સૂચન આવાસ સોસાયટીના પ્રમુખ કિરણભાઇ ટંડેલ દ્વારા વોચમેનને આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...