GIDCમાં કંપની દ્વારા દૂષિત પાણી છોડાયા બાદ કાંસ સફાઈમાં તંત્ર લાગ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા જીઆઇડીસીની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેરમાં દુષિત પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદ થતાં ઝઘડિયા જીઆઇડીસીની મોનીટરીંગ ટીમ અને જીપીસીબી કામે લાગ્યું છે. પાણીના નમૂના લઇ કાર્યવાહી હાથ ધર્યા બાદ કંપનીએ મશીનરી કામે લગાડી વરસાદી કાંસ સાફ કરવામાં આવી રહી છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા કેટલાક ઉદ્યોગ સંચાલકો દ્વારા નીતિનિયમોની ઐસી તૈસી કરી તેમના ઉદ્યોગો ચલાવાઈ રહ્યા છે. ખાસ કરીને ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગોમાંથી પ્રદુષિત પાણી, ગેસ, ધનકચરો જાહેરમાં નિકાલ કરવામાં આવતી હોવાની અસંખ્ય ફરિયાદો સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ દ્વારા કોઈ ઠોસ પગલાં ઉદ્યોગ સંચાલકો સામે ભરાતા નથી. જેથી વારંવાર ગેરરીતિઓ સામે આવે છે.

આવીજ એક ઘટના મંગળવારે રાત્રે બની હતી. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેરમાં કંપની બહાર જીઆઈડીસીના વરસાદી કાંસમાં દુષિત પાણી છોડવામાં આવ્યું હતું. મોટા પાયે દુષિત પાણી વરસાદી કાંસમાંથી ખાડીમાં વહી જતાં પ્રકૃતિ સુરક્ષા મંડળના કાર્યકરોએ જીઆઇડીસી મોનીટરીંગ ટીમ અને જીપીસીબીને જાણ કરી હતી. બંને વિભાગોએ સ્થળ પરથી પાણીના નમૂના લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ બ્રિટાનિયા દ્વારા છોડવામાં આવેલા પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં વહી જતા તેની સાફ સફાઈ કરી હતી. ઘટનાના ૨૪ થી વધુ કલાક વીતી ગયા બાદ કાંસની સફાઈ માટે મશીનરી કામે લગાડી હતી. જેસીબી, ટ્રેકટરો અને મેનપાવર લગાડી જ્યાં પ્રદુષિત પાણી છોડાયું તે વરસાદી કાંસની સફાઈ થઈ રહી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી તમામ વરસાદી કાંસની સાફ સફાઈ કરવાની જવાબદારી જીઆઇડીસીની હોઈ છે. પરંતુ પોતે કરે ગેરરીતિ છુપાવવા કંપની દ્વારા વરસાદી કાંસની સફાઈ કરાવવામાં આવી રહી છે.

જીપીસીબી અને મોનિટરીંગની ટીમે દુષિત પાણીના નમૂના લીધા હતા

ઝઘડીયાની બ્રિટાનિયા કંપનીએ દૂષિત પાણી છોડતા નમૂના લઈ તંત્રની તપાસ શરૂ

અન્ય સમાચારો પણ છે...