Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સફાઇ કોન્ટ્રાકટ બાદ વાપી પાલિકાના 120 વાહનો કાટમાળ બન્યા
દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી ગણાતી વાપી પાલિકા સફાઇના સાધનો અને વાહનોના વ્યવસ્થિત ઉપયોગમાં બિલકુલ નિષ્ફળ ગઇ છે. કારણ કે છેલ્લા 15થી 20 વર્ષમાં સરકારે વિવિધ વાહનો પાલિકાને ફાળવ્યા હતાં. આ સાથે પાલિકાએ પણ કેટલાક વાહનો સફાઇની કામગીરી માટે વસાવ્યા હતા, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સફાઇ કોન્ટ્રાકટના કારણે પાલિકાના કરોડો રૂપિયાના 120 સફાઇના સાધનો અને વાહનોની અપસેટ કિંમત માત્ર રૂ.09.04 લાખ નકકી થઇ છે. એક તરફ લોકો ગંદકીની વચ્ચે જીવી રહ્યાં છે. બીજી તરફ પાલિકાના અનેક વાહનો ધુળમાં જોવા મળ્યાં છે. પાલિકામાં છેલ્લા
...અનુસંધાન પાના નં.3
બધા વાહનોની હરાજી કરાશે
હાલ આ સાધનો અને વાહનો ઉપયોગમાં અાવતા નથી. જેને ભંગારમાં આપવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેની જાહેરાત આપવાની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. જુના જર્જરિત બનેલાં તમામ વાહનોની હરાજી કરવામાં આવશે. ભુતકાળમાં આયોજનના અભાવે હાલ આ મુશ્કેલી પડી રહી છે.>વિઠ્ઠલ પટેલ, પ્રમુખ,પાલિકા પ્રમુખ ,વાપી
ઠેકેદાર પોતાના સાધનો વાપરે છે
છેલ્લા થોડા વર્ષોથી સફાઇ કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જેથી સફાઇ કોન્ટ્રાકટર પોતાના વાહનો જ વાપરે છે. અમુક વાહનો પાલિકા પાસેથી ખરીદ્યા છે. પરંતુ બિન ઉપયોગી વાહનોની અપસેટ કિંમત નકકી કરી દેવામાં આવી છે. ભુતકાળમાં 15થી 20 વર્ષ પહેલા વિવિધ સાધનો સરકારે આપ્યાં હતાં. અમુક પાલિકાએ લીધા હતાં.>ચેતન પરમાર,સેનેટરી ઇનન્સ્પેકટર,વાપી પાલિકા
કયા-કયા વાહનો ધુળ ખાઇ રહ્યાં છે ?
{ટ્રેકટર જીજે 15જી 838 { ટ્રેકટર જીજે 15જી 1022 {ટ્રેકટર જીજે 15 782 { મસી-1 જીજે 15જી 408 { ટ્રેકટર જીજે 15જી 789 { ટ્રેકટર ડમ્પર જીજે 15જી 862 { ટાટા એસ એસીઇ જીજે 15જી 1113 { ટાટા એસ એસીઇ જીજે 15જી 1125 { ટાટા એસ એસીઇ જીજે 18જી.એ 348 { મસીય-3 જીજ 15જી 575 { એચ એમ ટી ટ્રેકટર જીજે 15જી 1024 { ટ્રેકટર-3 { મસીય 2 { કુલ ટ્રેલઇલર 7 { કન્ટેનર લીફટર 7 { ટ્રેકટર માઉન્ટેડ દવા પમ્પ 2 { કન્ટેનર 1 { સફાઇના 84 કન્ટેનર મળી કુલ 120 સાધનો અને વાહનો બિન ઉપયોગી બન્યાં છે.
બેદરકારી| જ્યારથી સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવાનું શરૂ કર્યું તે સમયે શહેરીબાવાઓએ કરોડોના સફાઈના સાધનોનું શુ થશે તે વિચાર્યુ જ નહીં
આ વિસ્તાર ગંદકીથી ખદબદે છે