તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VIAના બંને જુથોની દલીલો બાદ આજે હાઇકોર્ટ હુકમ કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી વીઅાઇએની 6 માર્ચે યોજાનાર ચૂંટણી પૂર્વે સ્કૂટિની કમિટિએ ટીમ ઉદ્યોગના પાંચ તથા અન્ય એક મળી કુલ 6 ફોર્મ રદ્ કરવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે હાથ ધરાયેલી સુનાવણીમાં બંને પક્ષોના વકીલોએ દલીલો કરી હતી.દલીલો બાદ વીઆઇએને જવાબ અંગે એફિડેવિટ કરવા નામદાર હાઇકોર્ટે કહ્યું હતું. ગુરૂવારે બપોરે 2.30 કલાકે આ કેસનો ફાઇનલ ચુકાદો હાઇકોર્ટ આપશે. જો કે વીઆઇએના બંને જુથોએ પ્રચારનો દોર ચાલી કરી દીધો છે.

વાપી વીઆઇએની ચૂંટણી માટે ટીમ ઉદ્યોગમાંથી પ્રમુખપદ માટે માજી પ્રમુખ મહેશ પંડયા, ડો.હિરપરા, વિનોદ મેહરા, હેમલ નગરશેઠ, અને નરેશ શાહના ઉમેદવારીપત્ર સ્કૂટિની કમિટિએ રદ કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે ટીમ ઉદ્યોગ અને ટીમ વીઆઇએના વકીલોએ ફોર્મ રદ્ કરવા મામલે પોતાની દલીલો રજૂ કરી હતી. તમામ દલીલો પૂર્ણ થયા બાદ વીઆઇએને જવાબ અંગે એફિડેવિટ કરવા કોર્ટે કહ્યું હતું. આ કેસનો ફાઇનલ જજમેન્ટ ગુરૂવારે 2.30 કલાકે આવશે એવું બંને પક્ષોએ જણાવ્યું છે. બીજી તરફ કાનુની દાવપેચ વચ્ચે વીઆઇએની ઇસી કમિટિ માટે બંને જુથોએ પ્રચાર શરૂ કરી દીધો હતો. ચૂંટણી પ્રચાર સમયે એક જુથને એનજીટી મામલે મેમ્બરે ખરાબ અભિપ્રાય આપ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ચૂંટણી નજીક આવતાં હજુ માહોલ ગરમાશે એવું મનાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો