તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમના વેપારી પાસે 1.30 કરોડનો માલ ખરીદ્યા બાદ 95 લાખ ન ચૂકવી ઠગાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ એક ફાર્મા રો મટીરીયલનું કામ કરતા વેપારીએ અમદાવાદની વેપારી મહિલાને 1.30 કરોડનું રો મટીરીયલ આપ્યું હતું. ત્યારબાદ 95 લાખ રૂપિયા પરત નહિ આપતા ફાર્મા વેપારીએ અમદાવાદની વેપારી મહિલા સામે છેતરપીંડીની ફરિયાદ આપતા ગુનો નોંધાયો છે.

ઓલપાડ તાલુકાના કીમ ગામે પોસ્ટ ઓફીસ જતા માર્ગે ચિરાગ પ્રવીણભાઈ ભોજાણી (રહમોટા વરાછા સુરત)જેઓ પોસ્ટઓફિસ રોડ જનકપુરી સોસાયટી કીમ ખાતે વર્ષ 2017 થી હારવેન્ટા ફાર્મા નામની ઓફીસ થતા ગોડાઉન ચલાવે છે. જેમાં વિવિધ ફાર્મા કંપનીની દવાનું રોમટીરીયલનું તૈયાર થાય છે. 2017ના એપ્રિલ/મેં માસમાં અમદાવાદની મારૂતિ એપાર્ટમેન્ટ, નિલોમાં પાર્કમાં રહેતી મહિલા શીતલ ગોપાલભાઈ પંચાલ દ્વારા કીમની ઉપરોકત ફાર્મા ઓફીસ પર ફોન કરી ફાર્મા રોમટીરીયલ સાથે તેણી સંકળાયેલી હોઈ અને તેણી સાથે ધંધો કરશો તો સારો ભાવ અને સમય મર્યાદામાં માલનું પેમેન્ટ કરવાની વાત કરતા અમદાવાદની ઉપરોકત મહિલાએ મેં /જૂન 2017 થી માલ લેવાનો શરૂ કર્યો હતો. ત્યારે ઉપરોક્ત મહિલાએ વેપારીને વિશ્વાસમાં લઈ વિવિધ દવાના રોમટીરીયલ મંગાવી પ્રથમ માલના પૈસા ચૂકવ્યા હતાં. બાદમાં અલગ અલગ બીજા ઓર્ડરો આપી માલ મંગાવી જેના કુલ્લે રૂપિયા 1,30,75,650નો માલ મંગાવ્યો હતો. જે પૈકી 95,00,358 રૂપિયા ફરિયાદીને નહિ આપી છેતરપીંડી કરેલ હોઈ જેથી ફરીયાદી ચિરાગ પ્રવીણભાઈ ભોજાણીએ કીમ પોલિસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો