તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિપુરા પંચાયત ભવન તોડ્યાના 5 માસ બાદ પણ નવા મકાનની કામગીરી નહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના હરિપુરા ગ્રામ પંચાયત મકાનને છેલ્લા પાંચ મહિના પહેલા તોડી નાંખવામાં આવ્યું છે. મકાનને તોડ્યા બાદ નવા મકાન બનાવવા માટે હજુ કોઈ કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ગ્રામજનો નવાની વાત દૂર જૂના ગ્રામ પંચાયતના મકાનમાંથી પણ હાથ ધોવાનો વારો આવ્યો છે. મકાન ન બનતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બારડોલી તાલુકાના હરિપુરા ગામ એ ઈતિહાસના ગાથાઓથી વણાયેલું ગામ છે. આ ગામને સાંસદ પ્રભુભાઈ વસાવે દત્તક લીધુ હતું. ત્યારબાદ ગામમાં વિકાસના કામો થયા હતાં. પરંતુ ગત પાંચ- છ મહિના પહેલા ગામમાં આવેલ નવા પંચાયત ભવનના નિર્માણ અર્થે તોડીને જમીન દોસ્ત કરવામાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ ગ્રામ પંચાયતને સુભાષચંદ્ર બોઝ મ્યુઝીયમમાં સ્થળાંતર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતને જમીનદોસ્ત કર્યા બાદ નવા મકાનની કોઈ કામગીરી કરવામાં આવી નથી. જગ્યા પર માત્ર કાટમાલનો ઢગલો ખડકાયેલો જોવા મળી રહ્યો છે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાઇ નથી.

હરિપુરા ગ્રામ પંચાયત ભવનનો કાટમાળ.

જૂનુ મકાન ગ્રામજનોએ લોકફાળાથી બનાવ્યું
હરિપુરા ગામે ગ્રામ પંચાયતનું નવુ મકાન બનાવવા માટે જૂના મકાનને તોડી નાંખવામાં આવ્યું છે, પરંતુ નવા મકાન બનવાના કોઈ અણસાર દેખાતા નથી. તોડી પાડેલ જૂનુ મકાન ગ્રામજનોએ લોકફાળો આપીને બનાવવામાં આવ્યું હતું. આ મકાનને તોડી નવુ મકાન ન બનતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...