તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 વાર સમાધાન થયા બાદ સાસરે ગયેલી પરિણીતાએ આખરે જીવન ટુકાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બારડોલી રાજીવનગર ગલી નં.2 ગાંધીરોડ લિનિયર બસ સ્ટેન્ડ પાસે રહેતી પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા સાસરિયા વિરુદ્ધ બારડોલી પોલીસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ કરાઇ છે.

સુરતના ભટારમાં માલનબી યુનુસખાન પ્યારખાન પઠાણની દિકરી પરવીનના લગ્ન 7/2/2016 ના રોજ બારડોલી રાજીવનગરના રહેવાસી સાહીલ યુનુસ શેખ સાથે થયા હતા. ચાર વર્ષના લગ્ન જીવનમાં તેઓને એક સંતાન છે. લગ્નના 4 માસ બાદ જ પરવીન પોતાના પિયર આવી માતા પિતાને જણાવેલ કે પોતાના પતિ સાહિલે તુ તારા ઘરેથી કઇ નથી લાવી કહી મારઝુડ કરી હતી. આ બાબતે સાસુ સાસરાને વાત કરતાં તેઓએ પણ સાહિલનો જ સાથ આપ્યો હતો. થોડા દિવસો પછી સાસુ સસરા અને દિયર નૌસાદ પણ કામ બાબતે અપશબ્દો બોલી ત્રાસ આપતા હતા. પતિને ફરિયાદ કરતા માર ઝૂડ કરતો અને સાસુ સસરા તથા દિયર વધુ માર મારવા ઉશ્કેરતા હતા. પરંતુ સાહિલના મમ્મી અને પપ્પા આવી ફરી આવી ભૂલ ન થાય અને દીકરાને સમજાવીશુ એમ જણાવતા પરવીનના માતાએ દીકરીને સમજાવી સાહેલ સાથે જવા રાજી કરી હતી. સાત આઠ મહિના સુધી વિવાદ થયો ન હતો. બાદમાં પરવીનના પિતાનું અવસાન થયા બાદ થોડા સમયમાં જ પરવીન પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરતાં ફરી પિયર ચાલી ગઈ હતી. આ વખતે સમાજના આગેવાનો આવી સમજાવી ફરી સાસરે લઈ ગયા હતા અને થોડા જ સમયમાં ફરી ઝઘડાશરૂ થયા હતા 6 માર્ચના રોજ પરવીનના સાસુ નજરાનાબેને ફોન કરી માલનીબીને ફોન કરી જણાવેલ કે તમારી દીકરીને અહીથી લઈ જાઓ, પરંતુ પરવીનની માતાએ બે દિવસ પછી હું બારડોલી આવીશ એમ જણાવ્યુ હતું. 7 માર્ચે ફોન આવેલો કે તમારી દીકરીને કઈક થઈ ગયું છે તમે જલ્દી બારડોલી આવો. માતા માલનીબી બારડોલી સરકારી દવાખાને આવતા જોયુ તો દીકરી પરવીન (23) ની લાશ પી.એમ રૂમમાં હતી. જોકે, પરવીનના ગાળાના ભાગે કાળા ડાઘ દેખાતા પરવીનની માતાને શંકા ગઈ હતી. જોકે પરવીનની માતા માલનીબીએ પતિ સાહિલ યુનુશ શેખ, સાસુ નજરાના બેન, સસરા યુનુશ શેખ, તથા દિયર નૌસાદ યુનુશ શેખ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બારડોલી રાજીવનગરની ઘટનામાં સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો