તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલમાં 30 એકર જમીનમાં 50 કરોડના ખર્ચે સાકાર થશે અદ્યતન જવાહર નવોદય વિદ્યાલય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વન,આદિજાતિ અને પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આજરોજ માંગરોળના વાંકલ ખાતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા રૂ.૫૦ કરોડના ખર્ચે સાકાર થનારી જવાહર નવોદય વિદ્યાલયનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું. મંત્રીની ઉપસ્થિતિમાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજનો વાર્ષિક સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ પ્ર સંગે વાંકલ સ્થિત સરકારી વિનયન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ આપતી જવાહર નવોદય વિદ્યાલયની કમી હતી. જેને ધ્યાને લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની કુલ ૭ નવોદય વિદ્યાલયોની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ માત્ર વાંકલમાં જ નહીં, પરંતુ રાજ્યના સાત શહેરોમાં નવોદય વિદ્યાલયના નિર્માણ માટે નિ:શુલ્ક ૩૦ એકર જમીનની ફાળવણી કરી છે, એમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, આગામી શૈક્ષણિક સત્રથી ૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી વાંકલ નવોદય વિદ્યાલયમાં સી.બી.એસ.ઈ. લેવલનું શિક્ષણ આપવામાં આવશે. અહી અભ્યાસ કરતો વિદ્યાર્થી તમામ ક્ષેત્રમાં પારંગત બનીને રાષ્ટ્રની ઉન્નતિમાં પોતાનું યોગદાન આપશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માં સુરત સહિત રાજ્યના સાત જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને આદિજાતિ વિસ્તારોને પ્રાધાન્ય આપીને ગુણાત્મક શિક્ષણને વેગ આપ્યો છે. પરિણામસ્વરૂપ માંગરોળના વાંકલ ખાતે રૂ.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવોદય વિદ્યાલયની માંગરોળ તાલુકાને ભેટ મળી છે. તેમણે ઉમરપાડા, માંગરોળ તાલુકા સહિતના આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે એમ જણાવી કહ્યું કે, બાલાચડી-જામનગરની પ્રથમ સૈનિક સ્કૂલ પછી રાજ્યની બીજી સૈનિક સ્કૂલ માંગરોળ તાલુકામાં નિર્માણ પામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો