Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્સ્પાયર એવોર્ડમાં મોહનપુર પ્રા.શાળાની સિદ્ધિ
ગણદેવી | નવસારી જિલ્લા કક્ષાની ઈન્સ્પાયર એવોર્ડ પ્રદર્શન 2020 સ્વામિનારાયણ વિદ્યાલય ઈંટાળવા ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળા મળી કુલ 198 કૃતિ પ્રદર્શનમાં રજૂ કરાઈ હતી. જિલ્લામાંથી 15 કૃતિ રાજ્યકક્ષાના પ્રદર્શન માટે પસંદગી થઈ હતી. જે અંતર્ગત ગણદેવી તાલુકાની મોહનપુર પ્રા.શાળાના ધો. 7ના વિદ્યાર્થી યશ પટેલ દ્વારા બનાવેલા મોડેલ દરિયાઈ આપત્તિ, ચેતવણી અને સુરક્ષા રાજ્યકક્ષાના ઈન્સ્પાયર એવોર્ડ માટે પસંદ કરાઈ છે. આ કૃતિ હાલની સમસ્યા અને ટેકનોલોજીનું નિદર્શન કરતું હોવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ કૃતિ શાળાના આચાર્યા જ્યોતિબેન પટેલ તથા શાળાના સ્ટાફના સહકારથી અને રાકેશકુમાર ટંડેલના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી હતી. આ શાળામાં ધો. 1થી 7મા કુલ 28 બાળકો અભ્યાસ કરે છે અને બીજીવાર રાજ્યકક્ષા સુધી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહી છે.