તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલપુરમાં ગેરકાયદે એસિડનું ઉત્પાદન થતું હોવાનો આક્ષેપ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ જંબુસર તાલુકાના માલપુર ગામે ગેરકાયદેસર ઉત્પાદન કરતા એસિડ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ કલેકટરને રજૂઆત કરી હતી. આ સમગ્ર મુદ્દો જંબુસર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સોલ્ટ કંપનીમાં ચીનના અધિકારીઓ પણ ફરજ બજાવતા હોવાથી કોરોનાને લઈ તેમના આરોગ્યની તપાસ કરવા માંગ કરાઈ છે.

પૂર્વ ધારાસભ્યએ આપેલી અરજીમાં જણાવ્યા મુજબ, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માલપુર ગામે એસિડ માફીયાઓ દ્વારા બોરોમાઈન, હાઈડ્રો બોરો માઇક એસિડનું સરકારની પરવાનગી વગર સીટીઆઈ/સીસીએ ઓપરેટ પરમિશન વગર ઉત્પાદન ગેરકાયદેસર કરી રહ્યા છે. જેથી આ વિસ્તારમાં આવેલા દરિયા કિનારે તેમજ પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે. આ પ્રવૃતિના કારણે ગુજરાત સોલ્ટ માલપુરના પ્રોપાઇટરો ટ્રીટમેન્ટ વગર સીજીડબલ્યુએની પરમિશન વગર ટ્રીટમેન્ટ વિનાનું એસિડિક ઇમ્ફ્યુંલન્ટ દરિયામાં છોડી રહ્યા છે. જેથી દરિયાઈ જીવોને નુકશાન થઈ રહ્યું છે. માલપુર ગામના રહીશોના આરોગ્ય સાથે સાગર ખેડૂઓના રોજગાર પર પણ ગંભીર અસર થઈ રહી છે.

માત્ર એટલું જ નહીં હાલ કોરોના વાયરસને લઈને સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે આ કંપનીમાં ચીનના અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે. જેમનું ક્યાંય એબ્ઝર્વેશન કરવામાં આવ્યું નથી. જેથી તંત્ર દ્વારા તેમનું પણ યોગ્ય ઓબ્ઝર્વેશન કરવામાં આવે તેવી માંગ કરી છે. તેઓની ઉચ્ચસ્તરીય મેડિકલ ચેક અપ કરાવી સાધનિક કાગળો વિઝા વર્ક પરમીટ કયા હેતુ માટેની હતુ. કેટલો સમય રોકાયા છે. તેની તાત્કાલિક તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા પણ ધારાસભ્યએ માંગ કરી હતી. જંબુસરના માજી ધારાસભ્ય કિરણ મકવાણાએ રજૂઆત કર્યાને 48 કલાક વિતી ગયા હોવા છતા પણ હજુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

કંપનીમાં ચીનના અધિકારીઓની કોરોનાને લઈ તપાસ કરવા માંગ

એસિડ માફિયા સામે કાર્યવાહી કરવા પૂર્વ ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત

_photocaption_જંબુસર તાલુકાના માલપુરમાં ધમધમતી મીઠા ફેક્ટરીઓથી આસપાસના વિસ્તારો અને દરિયાના પાણી પ્રદૂષિત થતા પૂર્વ ધારાસભ્યે આ કંપનીઓ સામે કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...