વચગાળાના જામીન બાદ ફરાર વરેલી મર્ડરનો આરોપી પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરેલીના ગુલામ અને મિશ્રા મર્ડર કેસનો આરોપી વચગાળાના જામીન પર છૂટી નાસતો ફરતો હતો. જેને સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોએ બાતમી આધારે કડોદરાથી ઝડપ્યો હતો.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસ.ઓ.જી ના માણસો સ્પેશ્યલ ડ્રાઈવ પર હતા. આ દરમિયાન પો.કો.જગદીશભાઈ આબાજીભાઈ નાઓને અંગત બાતમી મળી હતી કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ખાતેના ગુલામ તેમજ મિશ્રા મર્ડર કેસમાં ઝડપાયેલો અને લાજપોર જેલ ખાતે બંધ અને વચગાળાના જમીન પર છૂટી ફરાર છે. સંજય તિવારી ઉર્ફે બાબા નાઓ આજરોજ કડોદરા સી.એન.જી પંપ પર આવનાર છે. જે બાતમી આધારે ઓપરેશન ગ્રુપના માણસોએ કડોદરા સી.એન.જી પંપ નજીક વોચ ગોઠવી સંજય ઉર્ફે બાબારામ મહેશ તિવારી (34) ( રહે.કડોદરા સીતારામ બે બ્રિજની પાછળના મકાન નંબર 6 માં મૂળ જી.સુલતાનપુર ઉત્તર પ્રદેશ)નાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...