પંચમહાલ જિલ્લા કોંગ્રેસ મુજબ 63 ગામોમાં પીવાના પાણીની સમસ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લા કોગ્રેસે તેઓના તાલુકા લેવલના પ્રમુખ તથા તાલુકા કાર્યકો દ્વારા પંચમહાલ જિલ્લાના ગામોમાં પીવાના પાણીનો સર્વે કર્યો હતો.

તે મુજબ જિલ્લાના 63 ગામોમાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્નોને લઇને જિલ્લા કોગ્રેસે પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલ, વિધાનસભાના વીરોધ પક્ષના નેતા પરેશભાઇ ધનાણી તથા જિલ્લા કલેકટરને કરીને સત્વરે નિરાકણ લાવવા વિનંતી કરી છે. કોગ્રેસના મતે જિલ્લાના ગ્રશામીણ વિસ્તારમાં પાણીની સમસ્યાઓનો ગંભીર પ્રશ્ન છે. જેને ઝડપથી નિકાલ કરીને પ્રજાને પીવાનુ઼ પાણી મળી રહે તેવી રજુઆત કરી છે.

પાણીની મુશ્કેલીવાળા તાલુકાના ગામોની યાદી
(1) ગોધરા તાલુકામાં : છાવડ, તરવડી, બોડીદ્રા(બુ), દરૂણીયા, પીપલીઆ, મીરપ, બખ્ખર, ઓરવાડા, સરસાવ, દહીકોટ, ગોલ્લાવ, ધોળી, ચંચેલાવ, કેવડીયા, મોરડુગર(ન.વ), (2) ઘોઘંબા તાલુકામાં : નાથકુવા, ભાણપુરા, ચંદ્રનગર, કંકડાકુઇ, રાપણમુવાડા, પાલ્લા કુવચા ફળીયા, ખડપા નવા, ગોયા સુંડલ, તરવાડિયા(ફ), માલુ, ગોરાડા, ઉંચાબેડા, આબાખૂંટ, ગલીબીલી, દામાવાવ, રાણીપુરા, પીપલીયા(સીમલીયા), ગરમોટીયા તથા નિકોલા ગામો, (3) મોરવા(હ) તાલુકામાં : બીલવાણીયા, ભંડોઇ, મોરા, નવાગામ, વીરણીયા, પરબિયા, નાટાપુરા, સાલીયા, રજાયતા, સુલીઆત, બામણા,કડાદરા, મોજરી, કુવાઝર-નવ, ખાંટફળીયું, ડામોર.ફ, બામણા, કસનપુર, (4) કાલોલ તાલુકામાં : અલાલી, સગનપુરા, રામનાથ, દેલોલ, ચોરાફુંગરી, બેઢિયા,ખડકી, ખરસાલીયા, ચલાલી તથા કાલંત્રા ગામોમાં પાણીની ઘણી અછત વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...